Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી ( NRG ) તરીકે દિગંત સોમપુરાની નિમણુંક કરાઈ : શુભેચ્છાવર્ષા

ગુજરાત ટાઈમ્સ સાથે સંકળાયેલા દિગંત સોમપુરા અગાઉ યુ,કે,દૂતાવાસમાં રાજકીય સલાહકાર તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે

અમદાવાદ :વિશ્વ ગુજરાત સમાજની તાજેતરમાં મળેલી મહાસમિતિની બેઠક અને કારોબારીની બેઠકમાં નવા પદાધિકારીઓની નિમણુંકો કરવામાં આવી છે ,જેમાં સેક્રેટરી ( NRG )તરીકે ગુજરાત ટાઇમ્સના દિગંત સોમપુરા નિમાયા છે

  ગુજરાતી સમાજના સૌથી જુના સંગઠન એવા વિશ્વ ગુજરાતી સમાજમાં લાંબા સમયથી સેવાઓ બાદ જાણીતા વકીલ કૃષ્ણકાંતભાઈ વખારિયા નિવૃત થયા હતા,બાદમાં અમેરિકાના જાણીતા હોટેલિયર અને સમાજસેવી સી,કે,પટેલે પ્રમખ તરીકેનો કાર્યભાર સાંભળ્યો હતો,વિશ્વ ગુજરાતી સમાજને વિશ્વવ્યાપી વધુ સંગઠિત અને અસરકારક બનાવવા સી,કે,પટેલે કમર કસી છે,અને સમાજની કામગીરીને વધુ સુદ્ઢ બનાવવા નવા માળખાની રચના કરી છે જેમાં દિગંત સોમપુરા સેક્રેટરી તરીકે નિમાયા છે,

 ગુજરાત ટાઈમ્સ સાથે સંકળાયેલા દિગંત સોમપુરા અગાઉ યુ,કે,દૂતાવાસમાં રાજકીય સલાહકાર તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે

 ગુજરાત સરકારના સહયોગથી ચાલતા NRG ફાઉન્ડેશનની NRG કમિટી ( અમદાવાદ )માં પણ તેઓ હાલ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યાં છે ઉપરાંત તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ફોરેન ટ્રેડ કમિટીના સક્રિય સભ્ય છે ( વધુ માહિતી 968 702 6886 )

(10:01 pm IST)