Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

હંદવાડામાં ૪૮ કલાકમાં બીજો આતંકવાદી હુમલો

ત્રણ સીઆરપીએફ જવાન શહીદ થયા : કાજિયાબાદ નજીક સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ ઉપર હુમલો કરાતા ત્રણ જવાનો શહીદ થયા : સર્ચ ઓપરેશન

શ્રીનગર, તા. : જમ્મુ-કાશ્મીરના હંદવાડા જિલ્લામાં સોમવારે આતંકીઓએ ફરી એકવાર સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. હંદવારાના કાજિયાબાદ વિસ્તારમાં સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. હુમલામાં સીઆરપીએફના જવાન શહીદ થયા છે. હુમલામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે સાંજે કાજિયાબાદમાં પેટ્રોલ ડ્યુટી પર જતા સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓની ટીમે ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બાદ સીઆરપીએફના જવાનોએ એક એન્કાઉન્ટરમાં એક હુમલાખોરને ઠાર માર્યો હતો. વિસ્તારમાં જવાબી કાર્યવાહી દરમિયાન ઘાયલ થયેલા સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા છે.

        ઘટનાની માહિતી મળ્યા બાદ સેનાએ કરાલગુંડ, કાજીયાબાદ અને નૌગામના વિસ્તારોમાં એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કામગીરીમાં સેના રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પણ ભાગ લઈ રહ્યા છે. આતંકવાદની બે મોટી ઘટનાઓ બાદ સ્પેશિયલ ફોર્સિસ અને આર્મીની રાષ્ટ્રીય રાઇફલ્સની અનેક ટીમોએ કુપવાડામાં આતંકવાદીઓની મોટા પાયે શોધખોળ શરૂ કરી દીધી છે. કાજિયાબાદમાં બનેલી ઘટના પહેલા સોમવારે ચાંદમૂલ્લા ગામમાં સૈન્ય અને પોલીસની ટીમે બંધક કાશ્મીરીઓને બચાવવા માટે હુમલો કર્યો હતો. ઘટના બાદ બનેલા એન્કાઉન્ટરમાં આર્મીના કર્નલ આશુતોષ શર્મા અને મેજર અનુજ સૂદ સહિત કુલ ચાર સૈનિકો અને એક પોલીસ જવાન શહીદ થયા હતા. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના વિસ્તારથી થોડા કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા અને પાકિસ્તાન કબજે કરેલા કાશ્મીરના વિસ્તારો છે. ભૂતકાળમાં, કુપવાડાના કેરેન અને નૌગમ સેક્ટરમાંથી ઘુસણખોરી કરનારા તમામ આતંકવાદીઓને હંદવારાની આસપાસમાં ેૅગલા કરવામાં આવ્યા હતા.

(8:41 pm IST)