Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાનો પ્લાન તૈયાર : 7મીથી સૌથી મોટું એરલિફ્ટ ઓપરેશન

ભારતીય નાગરિકોની યાદી બનાવાઈ : આવા યાત્રિકોએ પાછા આવવાનો બધો ખર્ચો જાતે ઉઠાવવો પડશે

નવી દિલ્હી : દુનિયામાં કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને તબક્કાવાર ભારતમાં પાછા લાવવા માટે ભારત સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપી કે આ અભિયાન 7 મે થી તબક્કાવાર શરુ કરવામાં આવશે. અત્યાર સુધીનું સૌથી મોટું એરલિફ્ટ ઓપરેશન બતાવવામાં આવી રહ્યું છે.
વિદેશમાં રહેલા ભારતીયોને પાછા લાવવા માટેની વ્યવસ્થા હવાઈ જહાજ અને નૌ-સેનાના જહાજો દ્વારા કરવામાં આવશે. આ સંબંધમાં માનક સંચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 22 માર્ચથી બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો વિદેશ મંત્રાલયના દૂતાવાસ અને ઉચ્ચાયોગ તે ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યા છે જે પાછા આવવા માટે પરેશાન છે. આવા યાત્રિકોએ પાછા આવવાનો બધો ખર્ચો જાતે ઉઠાવવો પડશે. આ યાત્રા 7 મે થી તબક્કાવાર શરુ થશે.

(8:40 pm IST)