Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩૫.૮૦ લાખ : મૃત્યુઆંક ૨.૪૮ લાખ

૨૪ કલાકમાં અમેરિકામાં ૧૪૫૦ અને બ્રિટનમાં ૩૧૫ના મોત : અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૧૧,૮૮,૪૨૧ને પાર : જર્મનીમાં ૨૪ કલાકમાં ૬૭૯ કેસ નોંધાયા

વોશિંગ્ટન તા. ૪ : વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૫,૭૯,૦૬૦ થઇ છે તેમજ મૃત્યુઆંક ૨,૪૮,૦૦૦થી વધુ થયો છે અને ૧૧,૫૮,૯૨૭ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકામાં મૃત્યુઆંક ૬૮,૬૦૨એ પહોંચ્યો છે. તેમજ સંક્રમિતોની સંખ્યા ૧૧,૮૮,૪૨૧ થયો છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૪૫૦ના મોત થયા છે.

ઓસ્ટ્રેલિયામાં સંક્રમણના કેસમાં ૨૨ નવા કેસ સામે આવ્યા છે. વિકટોરીયા રાજ્યમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો જોઇને ૧૩ હજાર લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૪૦૬ થયો છે.

જર્મનીમાં ૨૪ કલાકમાં ૬૭૯ નવા કેસ નોંધાયા છે જે ૧૨ માર્ચથી સૌથી ઓછા છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા ૧,૬૫,૬૬૪એ પહોંચી છે તેથી મૃત્યુઆંક ૬૮૬૬ થયો છે.

ઇટાલીમાં એલાન કરવામાં આવ્યું છે કે, આજથી કેટલાક પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવશે ત્યાં સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સરકારે અંતિમ સંસ્કારમાં ૧૫ લોકોને જમા થવાની છૂટ આપી છે ત્યાં અમેરિકા બાદ સૌથી વધુ ૨૮,૮૮૪ના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા ૨,૧૦,૭૧૭ થઇ છે.

ન્યુઝીલેન્ડમાં એક દિવસમાં એક પણ કેસ જોવા મળ્યો નથી. ત્યાં ૨૫ માર્ચથી લોકડાઉન છે ત્યાં અત્યાર સુધીમાં ૧૪૮૭ કેસ મળ્યા છે. જ્યારે ૨૦ મોત થયા છે તેમજ ૧૨૭૬ સ્વસ્થ થયા છે.

બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખને પાર થઇ છે. મૃત્યુઆંક ૭૦૨૫ થયો છે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૪૫૮૮ નવા કેસ મળ્યા અને ૨૭૫ના મોત થયા છે.

જાપાનમાં સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યાં સંક્રમિતોની સંખ્યા ૧૪,૮૭૭ થઇ છે. જ્યારે ૪૮૭ના મોત થયા છે. જાપાનના પીએમે ૩૧ મે સુધી ઇમરજન્સી લંબાવી શકે છે.

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા લોકડાઉન છતાં સતત વધી રહી છે ત્યાં સંક્રમિતોની સંખ્યા ૨૦ હજારને પાર થઇ છે તેમજ ૪૫૭ના મોત થયા છે. ૨૪ કલાકમાં ૧૭ના મોત થયા અને ૯૮૧ નવા કેસ સામે આવ્યા.

ઇઝરાયલમાં ૧૫ નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬,૨૦૮ થઇ છે. ગઇકાલે ૨ના મોત થયા છે. જેથી મૃત્યુઆંક ૨૩૨ થયો છે. શનિવારે ૩૦ નવા કેસ નોંધાયા અને ૨ના મોત થયા.

દ.કોરીયામાં બહારથી આવેલા લોકોના ૮ નવા કેસ મળ્યા. અત્યાર સુધીમાં ૧૦,૮૦૧ કેસ નોંધાયા તેમજ ૨૫૨ના મોત થયા છે. ચીનમાં મહામારીના ત્રણ નવા કેસ નવા મળ્યા છે. સંક્રમિતોની સંખ્યા ૮૨,૮૮૦ થઇ ગઇ છે તેમજ ૪૬૩૩ના મોત થયા છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ

 

 

દેશ

કુલ કેસ

મૃત્યુઆંક

અમેરિકા

૧૧,૮૮,૪૨૧

૬૮,૬૦૨

સ્પેન

૨,૪૭,૧૨૨

૨૫,૨૬૪

રશિયા

૧,૪૫,૧૬૮

૧૩૫૬

બ્રાઝીલ

૧,૦૧,૮૨૬

૭૦૫૧

જર્મની

૧,૬૫,૬૬૪

૬૮૬૬

યુ.કે.

૧,૮૬,૫૯૯

૨૮,૪૪૬

(4:10 pm IST)