Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દિલ્હીના વરિષ્ઠ પત્રકાર આનંદ રાણાની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં વરણી

નવી દિલ્હી, તા. ૪ : નવી દિલ્હી સ્થિર સુચના ભવન ખાતે આવેલી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તેમજ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી ચંદ્રમૌલી કુમાર પ્રસાદની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમા દિલ્હીના વરિષ્ઠ પત્રકાર શ્રી આનંદ રાણાની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અંગેની વિગતો કેન્દ્ર સરકારના ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પણ સુચિત કરી દેવામાં આવી છે.

નેશનલ યુનિયન ઓફ જર્નાલીસ્ટની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને પત્રકારત્વ ક્ષેત્રે બે દશકથી પણ વધુ સમયથી કાર્યરત શ્રી આનંદ રાણા હાલમાં દિલ્હી સ્થિત 'હરિ ભૂમિ' અખબાર સાથે જોડાયેલા છે.

ઉલ્લેખનીય છે કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક સંવેધાનિક અને સ્વાયત સંસ્થા છે જે મુખ્યત્વે પ્રેસની સ્વતંત્રતાની રક્ષા કરવા તેમજ તેઓની ફરજ નિશ્ચિત કરવાનું દાયિત્વ કરી રહી છે. સંસ્થાના અધ્યક્ષની નિમણૂંક રાજયસભાના સભાપતિ લોકસાના અધ્યક્ષ તેમજ પસંદગી સમિતિના સભ્યો મળીને નક્કી કરતા હોય છે.

શ્રી આનંદ રાણાની વરણી પર નેશનલ યુનિયન ઓફ જર્નાલીસ્ટ, દિલ્હી સાથે સક્રિય રીતે જોડાયેલા શ્રી ભાવેશ આચાર્યએ અભિનંદન પાઠવી તેમના કાર્યોમાં સફળતાની શુભેચ્છાઓ આપી છે. પત્રકારત્વ ક્ષેત્રે સ્વતંત્રતા અને તેમના હકો માટે તેઓ હંમેશાની માફક સક્રિય રહેશે તેવી આશા વ્યકત કરી છે.

(4:09 pm IST)