Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ચીની દૈત્યના અટ્ટહાસ્ય સામે ભારતનું બ્રહ્માસ્ત્ર

અમેરિકાએ ભલભલા દેશોને પાઠ ભણાવ્યા છે : જગત જમાદાર દેશનાં જડબેસલાક કારનામાઓ : ચીન અવારનવાર ભારતને નુકસાન પહોંચાડતું આવ્યું છે : દુનિયાના દેશોએ 'ચીન' નામના ખતરનાક વાયરસનો ઇલાજ સાથે મળી શોધવો પડશે : ચીનની ચાલાકી સામે અમેરિકા સહિત દુનિયા આખી લાચાર, પણ જો કોરોના વાયરસ ચીને જાણી જોઇને ફેલાવ્યો હશે તો તેના પરિણામો તેણે ભોગવવા જ પડશે

અમેરિકા હજીય સુપરપાવર છે અને સુપરપાવર હોવાનો તેને ગર્વ પણ છે. આખા વિશ્વમાં અનેક જગ્યાએ તેના લશ્કરી મથકો આવેલા છે. ચીન આજે આર્થિક રીતે અને લશ્કરી રીતે ગમે તેટલું શકિતશાળી હોવા છતાં એ અમેરિકા સાથે સીધી રીતે લશ્કરી અથડામણમાં આવવાનું સાહસ કરી શકે તેમ નથી. આજ સુધીનો ઈતિહાસએ વાતનો સાક્ષી છે કે અમેરિકાને પડકારનાર કે તેને છંછેડનારને અમેરિકા કયારેય છોડતું નથી, વહેલો મોડો એ બદલો લે છે. ૨૦૦૩માં અમેરિકા અને તેના સાથી દેશોના દળોએ, ઇરાક સામૂહિક વિનાશના શ સ્ત્રો બનાવે છે એવા બહાના હેઠળ ઈરાક સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી. આ યુદ્ઘ દરમિયાન ઈરાકે અમેરિકાની બે મહિલા સૈનિકોને કેદ પકડી લીધી. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ વોશિંગ્ટનમાં બેઠા બેઠા જ ધમકી આપી કે આ મહિલા સૈનિકોને કોઈ પણ જાતની ઇજા કરવામાં આવશે તો અમે ઈરાકને મૂનસ્કેપ બનાવી દેશું, અણુયુદ્ઘની આ સિદ્ઘિ જ ધમકી હતી. ઇરાકને બરાબર ખબર હતી કે અમેરિકા ફકત ધમકી જ નથી આપતું એનો અમલ પણ કરી જાણે છે. ઇરાકે તુરંત જ તે મહિલા સૈનિકોને અમેરિકાના દળોને સોંપી દીધી.

બીજા વિશ્વયુદ્ઘમાં અમેરિકા બ્રિટન, ફ્રાંસ અને તેના સાથીદારોની મદદ કરતું હતું પરંતુ સીધી રીતે લડાઈમાં જોડાયું ન હતું. ૭મી ડિસેમ્બર ૧૯૪૧ના રોજ જાપાને અમેરિકાના નૌકામથક પર્લ હાર્બર પર ભયંકર હવાઈ હુમલો કર્યો. અમેરિકાને મોટું નુકસાન થયું. ત્યારબાદ અમેરિકા સીધું જ લડાઈમાં ઉતર્યું. મે, ૧૯૪૫માં જર્મનીએ શરણાગતિ સ્વીકારી લીધી અને ત્યાનાં સરમુખત્યાર હિટલરે આત્મહત્યા કરી લીધી. ત્યાર પછી પણ જર્મનીના સાથીદાર જાપાને લડાઈ ચાલુ રાખી હતી. ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર ઉપર અને ૯મી ઓગસ્ટે નાગાસાકી શહેર ઉપર અણુબોંબ ફેંકયા. અકલ્પ્ય વિનાશથી જાપાન ધ્રુજી ગયું. જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. આમ, બીજા વિશ્વયુદ્ઘનો અંત અમેરીકાએ ફેંકેલા અણુબોમ્બથી આવ્યો.ઙ્ગ

૨૦ ઓકટોબર ૧૯૬૨માં બે મહત્વની ઘટના બની. પહેલી ઘટના તે કયુબાની કટોકટી. બીજા વિશ્વયુદ્ઘ પછી અમેરિકાના કટ્ટર હરીફ બનેલા સોવિયેત યુનિયને અમેરિકાની નજીક આવેલા કયુબામાં ચૂપચાપ બેલાસ્ટિક મિસાઈલો ગોઠવી દીધી. અમેરિકાના જાસૂસી વિમાનો દ્વારા તેની જાણ અમેરિકાને થઇ ત્યારે તેણે સોવિયેત યુનિયનને આ મિસાઈલો તાત્કાલિક હટાવી લેવાની તાકીદ કરી કેમ કે, આ મિસાઈલો અમેરિકાન મેઇનલેન્ડ માટે સીધી જ ખતરારૂપ હતી. અમેરિકાન નૌકાદળના જહાજોએ કયુબાને ધેરી લીધું, વિશ્વ ઉપર અણું યુદ્ઘનો ખતરો ઉભો થયો કેમ કે સોવિયેત યુનિયન પણ અણુબોંબ ધરાવતું હતું. અમેરિકાની મક્કમતા જોઈને અંતે સોવિયેત યુનિયને કયુબામાંથી પોતાના મિસાઈલો હટાવી લેવા પડ્યા.

૨૦ ઓકટોબર ૧૯૬૨ની બીજી ઘટના તે ચીનનું ભારત પર આક્રમણ. ભારત ચીનને પોતાનો મિત્ર માનતું હતું. ૧૯૪૯માં ચીનમાં સામ્યવાદી શાસન સ્થપાયા પછી તેને યુનોમાં સ્થાન અપાવવામાં ભારતે ઘણી મદદ કરી. ભારત ઉપર બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ ઈન્ડિયા અને તે વખતના ચીનના શાસકો વચ્ચે પ્રતિનિધિ સ્તરે મેકમોહન રેખાને ચીન અને ભારત વચ્ચેની સરહદ તરીકે માન્ય કરવામાં આવેલી પરંતુ સામ્યવાદી ચીને આ સમજૂતીને ફગાવી દીધી. અને ભારતના ઉત્તર પૂર્વના વિશાળ વિસ્તારો પોતાના હોવાનો દાવો કર્યો. ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુને વિશ્વાસ હતો કે ચીન આ મુદ્દે ભારત સાથે સંઘર્ષમાં નહિ ઉતરે. સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી માનનીય સરદાર વલ્લભભાઈ પટેલને ચીનની ખરાબ દાનતનો અંદાજ આવી ગયો હતો. ૭મી નવેમ્બર ૧૯૫૦ના રોજ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને આ બાબતમાં એક વિસ્તૃત પત્ર લખેલો. આ પત્રમાં ચીનની ચાલબાજી, તેના ખતરનાક ઇરાદાઓ અને ભારતે શું કરવું જોઇએ એ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ છે. ભારતના કમનસીબે આવા દીર્ઘદ્રષ્ટિ વાળા ગૃહમંત્રી સરદાર પટેલનું ૩૦મી ડિસેમ્બર ૧૯૫૦માં અવસાન થયું. સરદારનો પત્ર દરેક ભારતીય નાગરિકે અવશ્ય વાંચવા જેવો છે. (ગૂગલ સર્ચ ઉપર સહેલાઇથી ઉપલબ્ધ છે.) ૨૦ ઓકટોબર ૧૯૬૨ના રોજ ચીને ભારત ઉપર આક્રમણ કર્યું. ચડિયાતા શસ્ત્રો, સૈન્ય સંખ્યા બળ અને વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના વધારે સારા સાધનોના હિસાબે ચીને એક મહિના જેવા ટૂંકા ગાળામાં ભારતના નેફા સહિત ઉત્તર પૂર્વના વિશાળ પ્રદેશ ઉપર કબ્જો કરી લીધો. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અમેરિકાના પ્રમુખ જહોન એફ. કેનેડીને એસ.ઓ.એસ. (save our self) સંદેશો મોકલ્યો અમેરિકાએ તરત જ પગલાં લઈને કલકત્તાના હવાઈમથક ઉપર પોતાના લશ્કરી વિમાનો અને શસ્ત્ર સરંજામ ઉતાર્યો. અમેરિકાના ટોચના લશ્કરી જનરલો પણ આવ્યા. ખંધા ચીને જોયું કે અમરિકન એરફોર્સ સામે તે ટકી શકશે નહીં. એટલે ચીને એક પક્ષીય યુધ્ધ વિરામની જાહેરાત કરી. ભારતે પણ લડાઈ રોકી દીધી. ભારતે આ યુધ્ધ વિરામ સ્વીકાર્ય વગર અમેરિકની મદદ લઈને યુધ્ધ ચાલુ રાખ્યું હોત તો પરિણામ કઈક જુદું જ હોત.

ત્યારબાદ ૧૯૭૯માં ઈરાનમાં ક્રાંતિ થઇ. અમેરિકા તરફી ઈરાનના શાસક શાહ રજા પહેલવીને ઉથલાવીને શિયા ધાર્મિક નેતા આયા તુલ્લા ખુમેનીએ પોતાની હકૂમત સ્થાપી. એજ સમયે ઈરાકમાં સદ્દામ હુસેનનું શાસન હતું. બંને વચ્ચે સરહદી બાબતો અંગેનું વૈમનસ્ય અને તે વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની નેમ સાથે ૧૯૮૦માં ઈરાકે ઈરાન ઉપર આક્રમણ કર્યું. અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ એ પોતાની અનુકૂળતા મુજબ બંને દેશોને શસ્ત્રો વેચ્યા. અમેરિકાને માટે તો ઇરાકના સદ્દામ હુસેન અને ઇરાનના આયા તુલ્લા ખુમેની બને દુશ્મનો જ હતા. બંને લડીને નબળા પડે તેમાં અમેરિકાને ફાયદો જ હતો. આ લડાઈ આઠ વર્ષ ચાલી. બંને દેશો ખુવાર થયા. ઈરાકે રાસાયણિક અને જૈવિક શસ્ત્રો ઈરાન સામે વાપર્યાના આક્ષેપો થયા. આ લડાઈમાં બંને દેશોએ કાઈ મેળવ્યું નહીં, છતાં ઈરાનનો હાથ ઉપર રહ્યો. ઓગસ્ટમાં ૧૯૮૮માં આ લડાઈનો અંત આવ્યો. ત્યાર પછી ૨થી ૪ ઓગસ્ટ ૧૯૯૦ સુધીમાં ઈરાકે કુવેત ઉપર આક્રમણ કરી તેનો કબજો લીધો. અમેરિકા અને સાથી રાષ્ટ્રોએઙ્ગ ઇરાકને કુવૈતમાંથી ખસી જવા માટે અલ્ટિમેટમ આપ્યું. ઇરાકે એ માનવાનો ઇનકાર કર્યો. એટલે જાન્યુઆરી ૧૯૯૧ના મધ્યમાં અમેરિકા અને સાથી રાષ્ટ્રોએ કુવૈતને ઈરાકી કબજામાંથી મુકત કરવા માટે યુદ્ઘ આદર્યું. ૨૪થી ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૧ દરમ્યાન અમેરિકા અને તેના સાથીદળોએ કુવૈતમાના ઈરાકી દળો ઉપર ભયંકર હવાઈ હુમલો કર્યો. ઈરાકે કુવેત માંથી ખસી જવું પડ્યું.ઙ્ગ આ યુદ્ઘમાં અમેરિકી દળોએ બહુ અગત્યની ભૂમિકા ભજવી.ઙ્ગ

૨૬ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ સોવિયેત યુનિયનનું (યુ.એસ.એસ.આર.) વિઘટન થયું અને ૧૫ નવા રિપબ્લિક સ્ટેટ્સ અસ્તિત્વમાં આવ્યા. અમેરિકા અને સામ્યવાદી રશિયા વચ્ચેનું ઠંડુ યુદ્ઘ સમાપ્ત થયું. અમેરિકા એકમાત્ર સુપરપાવર રહ્યું વિશ્વ એક ધ્રુવીય બન્યું.ઙ્ગઙ્ગ

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ ના રોજ અલકાયદાના ત્રાસવાદીઓએ અમેરિકાના જ ચાર નાગરિક વિમાનોનું અપહરણ કરીને વર્ડ ટ્રેડ સેન્ટર અને અમેરિકાના લશ્કરી વડા મથક પેન્ટાગોન ઉપર હુમલો કર્યો. અમેરિકાના પ્રમુખના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસ ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ ગયો. આ હુમલામાં ૩૦૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨૫૦૦૦ ઘવાયા. અમેરિકાના ઇતિહાસમાં તેની તળ ભૂમિ પર થયેલો આ પહેલો જ હુમલો હતો. અમેરિકાના સ્વાભિમાન ઉપર આ ભયંકર ચોટ હતી. હુમલો કોઈ દુશ્મન દેશ દ્વારા થયો હોત તો અમેરિકાએ તુર્ત જ તેના ઉપર ભયંકર પ્રહાર કર્યો હોત. હજારો અણુ બોમ્બ અને અણુ મિસાઇલ ધરાવતા અમેરિકા માટે આવો ત્રાસવાદી હુમલો કલ્પનાતીત હતો. પોતાની સલામતી માટે પોતાની તાકાત ઉપર મુસ્તાક એવા સિંહ ઉપર અચાનક કોઈ જંગલી કૂતરો હુમલો કરીને તેને ઘાયલ કરી દે તેવી જ ઘટના હતી. અમેરિકાએ તુર્ત જ ત્રાસવાદ વિરુધ્ધ યુદ્ઘની જાહેરાત કરી. તત્કાલીન અમેરિકાના પ્રમુખ જયોર્જ બુશે જાહેર કર્યું કે 'અમે ત્રાસવાદીઓ અને તેના સંઘરનારાઓ વચ્ચે કોઈ ભેદભાવ કરીશું નહીં.' આ હુમલાના જવાબમાં અમેરિકાએ બે જ મહિનાના સમયમાં અફઘાનિસ્તાન ઉપર ભયંકર મિસાઇલ હુમલા કરીને તાલિબાની શાસનને સમાપ્ત કરી નાખ્યું. ત્યારબાદ ઈરાક ઉપર હુમલો કરીને ઈરાકને પણ તબાહ કરી દીધું. ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસેનને ફાંસીએ લટકાવી દીધો. અલકાયદાનો વડો ઓસામા બિન લાદેન પાકિસ્તાનના લશ્કરી મથક એબોટાબાદ નજીક છુપાયો હતો જેને શોધી કાઢીને અમેરિકાના સીલ કમાન્ડોએ તેને ઠાર કર્યો અને તેની લાશને દરિયામાં ફેંકી દીધી. આમ ૯/૧૧ના હુમલા પછી અમેરિકાએ અલકાયદાના ત્રાસવાદીઓના અડ્ડા ધરાવતા બે દેશો ઇરાક અને અફઘાનિસ્તાનને બરબાદ કરી દીધા.

જેમ ખેતરમાં ઊધઈનો રાફડો થાય તેનો નાશ કરવાનો પ્રયત્ન કરો ત્યારે બધી ઉધઈ નાશ પામતી નથી. કેટલીક ઉધઈ છટકીને નવી જગ્યાએ રાફડો બનાવે તેવી જ રીતે ઇરાક અને અફઘાનિસ્તાનમાં અલકાયદાના ત્રાસવાદીઓ ઉપર અમેરિકાના ભયંકર પ્રહાર પછી જીવિત રહી ગયેલા ત્રાસવાદીઓ ઈરાક અને સિરિયામાં નવી જગ્યાએ છાવણીઓ બનાવી ફરીથી સંગઠિત થતા ગયા. ઈરાકમાંથી સદ્દામ હુસેનના ખાત્મા પછી અમેરિકાએ પોતાના તરફી નવી સરકારની સ્થાપના કરી હતી અને સદ્દામના લશ્કરને નિઃશ સ્ત્ર કરીને વિખેરી નાખ્યું હતું. આ નવી સરકાર અને તેના વફાદાર દળો ઈરાકનું રક્ષણ કરી રહ્યા હતા. સદ્દામના નિઃશ સ્ત્ર કરાયેલા સૈનિકો નવા ઉભરી આવેલા ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈ. એસ.)ને તૈયાર મળી ગયા. ઈસ્લામિક સ્ટેટના નામે ફરીથી સંગઠિત થયેલા આ સુન્ની જેહાદી સંગઠનમાં અલકાયદા અને અન્ય જિહાદી ત્રાસવાદીઓ જોડાયા. વિશ્વભરમાંથી પોતાના એજન્ટો દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી, સદ્દામ હુસેનના ખાત્મા પછી ઇરાકમાં અમેરિકાના ટેકાથી બનેલી નવી સરકારના લશ્કર સાથે લડાઈ કરીને તેમજ સીરિયાના ડેમોક્રેટિક ફોર્સિસ અને સશસ્ત્ર બળવાખોરો સાથે લડાઈ કરીને ૨૦૧૪ સુધીમાં ઈરાક અને સીરિયાના ઘણા વિસ્તાર ઉપર ઈસ્લામિક સ્ટેટએ કબ્જો કરી લીધો. અને વધારે વિસ્તારો કબજે કરવા લડાઈ ચાલુ રાખી. સમગ્ર મધ્ય પૂર્વના દેશો અને દક્ષિણ એશિયાના દેશો સુધી પોતાનો ઝંડો ફરકાવવાની નેમ ઈસ્લામિક સ્ટેટએ જાહેર કરી. લડાઈ દરમિયાન કેદ પકડાયેલ કેદીઓ અને પત્રકારોના શિરચ્છેદ કરતા કે ઠાર કરતા વિડિયો સોશિયલ મીડિયા ઉપર જારી કરતા આપણે જોયા છે. ૨૦૧૪માં અમેરિકા અને તેના સાથી સષ્ટ્રના દળોએ ઇરાકના સૈન્ય અને કુર્દિશ સૈનિકોને તાલીમ અને શ સ્ત્રો આપીને આ ભયંકર બર્બરતાપૂર્ણ સંગઠનને ખતમ કરવા લશ્કરી કાર્યવાહી શરૂ કરી. ઓકટોબર ૨૦૧૭ સુધીમાં આ ત્રાસવાદી સંગઠને કબજો કરેલા મોટાભાગના વિસ્તારોમાંથી તેને સાફ કરી નાખવામાં આવ્યા છે. આઇ. એસ.ના નેતા અલ બગદાદી કે જેણે પોતાને ખલીફા તરીકે જાહેર કર્યો હતો તેને પણ ઓકટોબર ૨૦૧૯માં શોધી કાઢીને અમેરિકાએ ખતમ કર્યો છે. હજુ એ આ ત્રાસવાદી સંગઠન સીરિયાના ઈદલીબ શહેરમાં પોતાનો કબજો બચાવવા લડી રહ્યું છે અને સિરીયા તથા રશિયાના દળો તેના ઉપર ભયંકર બોમ્બમારો કરી રહ્યા છે.

આટલો લાંબો પૂર્વ ઈતિહાસ આપવાનું પણ કારણ છે બે ત્રણ મહિના પહેલા ચીનમાંથી કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્પેનમાં સહિત આખા વિશ્વમાં હજારોની સંખ્યામાં લોકોના મોત થયા. આજની તારીખે ૩૦ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં આખા વિશ્વમાં ૩૨ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી પીડિત છે અને વિશ્વમાં ૨ લાખ ૩૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. આ પૈકી એકલા અમેરિકામાં જ ૧૧ લાખ જેટલા લોકો કોરોના વાઇરસથી પીડિત છે અને ૬૨ હજારથી વધારે લોકો એકલા અમરેકામાં જ મોતને ભેટયા છે. અમેરિકાની હાલત અત્યારે સૌથી ખરાબ છે રોજના હજારો લોકોના મોત થઇ રહ્યા છે. અમેરિકા હચમચી ગયું છે વિશ્વના દેશોને મજબૂત શંકા છે કે ચીને ઇરાદાપૂર્વક અમેરિકા અને યુરોપના દેશો ને બરબાદ કરવા આ વાઇરસ ફેલાવ્યો છે. આ વાયરસની દવા નથી, દવા શોધવાના સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ તાત્કાલિક કશું પરિણામ આવે તેવું લાગતું નથી. અમેરિકા લાચાર થઈને પોતાના હજારો નાગરિકોને રોજ મરતા જોઈ રહ્યું છે. અમેરીકા વિયેતનામની લડાઈ ૧૦ વર્ષ ચાલી તેમાં અમેરિકાના લગભગ ૪૫ હજાર સૈનિકોનાં મોત થયા હતા જયારે છેલ્લા ૨થી ૩ માસના સમયગાળામાં કોરોના વાઇરસથી ૬૨ હજાર અમેરિકન નાગરિકોના મોત થયા છે. અમેરિકાના પ્રમુખ અને વિદેશમંત્રીએ એકથી વધુ વખત ચીનને ધમકી આપી છે કે જો આ વાઇરસ ચીને જાણીજોઈને ફેલાવ્યો હશે તો તેના ગંભીર પરિણામો તેણે ભોગવવા પડશે. આજે ભલે ચીન લશ્કરી રીતે ગમે તેટલું મજબૂત હોય તો પણ અમેરિકા, યુરોપના દેશો, જાપાન, ભારત, ઓસ્ટ્રેલીયા જેવા દેશોની દુશ્મની તેને ભારે પડી જાય. દક્ષિણ ચીન સાગર ઉપરનો ચીનનો દાવો આંતરરાષ્ટ્રીય અદાલતે નકારી કાઢયા પછી પણ ચીન તેને માનવાનો ઇનકાર કરે છે અને સતત એ વિસ્તારમાં કૃત્રિમ ટાપુઓનું સર્જન કરીને ત્યાં લશ્કરી થાણા બનાવી રહ્યું છે. આ બાબતમાં ચીનને તેના તમામ પડોશી દેશો સાથે સરહદ અંગે વિવાદો છે જ. ચીને ટીબેટ ઉપર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને ભારતનો હજારો ચોરસ માઇલનો વિસ્તાર પચાવી પાડ્યો છે અને હજુ અરુણાચલ પ્રદેશ પણ પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે. ચીન પોતાની લશ્કરી તાકાત સતત વધતું જાય છે અને નિરંકુશ પણે વર્તતું થયું છે. વિશ્વમાં ચીન પ્રત્યેનો અવિશ્વાસ આજે ચરમસીમા ઉપર છે. ચીને આખા વિશ્વમાં કોરોના વાઇરસ ઈરાદાપૂર્વક ફેલાવ્યો હોવાની શંકા વિશ્વના ઘણા દેશો વ્યકત કરી ચૂકયા છે. ત્યારે ભારતે પોતાની માનવતાવાદી પરંપરા અને વિશ્વકલ્યાણની ભાવનાને અનુરૂપ પ્રણાલિકાને અનુસરીને વિશ્વના ૧૦૦ દેશોને દવાઓ મોકલી છે. ૨૧ મી સદીમાં ચીન બહુ ઝડપથી લશ્કરી તાકાત તરીકે ઊભરી આવ્યું છે. આ ઘટનાથી એશિયા અને વિશ્વના સત્તાના સમીકરણો બદલાયા છે. ચીન પોતાની વગ બંગાળના ઉપસાગરથી લઈને અરબસાગર સુધી વધારી રહ્યું છે. પોતાની વધતી આર્થિક અને લશ્કરી તાકાતના જોરે એશિયા અને આફ્રિકાના દેશોમાં પોતાનો પગ પેસારો કરી રહ્યું છે. ત્યારે માત્ર ભારત માટે જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપની પરંપરાગત સત્ત્।ાઓ બ્રિટન, ફ્રાંસ, જર્મની તેમજ પૂર્વમાં જાપાન માટે નવા પડકારો ઊભા થયા છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચીનની દાદાગીરીને ખાળવા માટે જાપાન,ઙ્ગ અમેરિકા અને ઈન્ડિયાનું (jai) નામનું નવું ઇંડો પેસિફિક નામના ગ્રુપની રચના કરી છે. ચીનની ચાલબાજીએ વિશ્વ સામે ગંભીર સંકટ ઉભુ કર્યું છે. અમેરિકા સહિતની મહાસત્ત્।ાઓ અત્યારે તો સમસમીને બેઠી છે પરંતુ ભવિષ્યમાં વિશ્વ અને ચીન વચ્ચે ઘર્ષણ થાય તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે. લોકશાહી દેશોએ ભેગા મળીને ચીન નામના આ દૈત્યને નાથવાની તાતી જરૂર છે.

મોદીજીએ નવા ઇન્ડો - પેસિફિક ગ્રુપની રચના કરી

આજે ભલે ચીન લશ્કરી રીતે ગમે તેટલું મજબૂત હોય તો પણ અમેરિકા, યુરોપના દેશો, જાપાન, ભારત, ઓસ્ટ્રેલીયા જેવા દેશોની દુશ્મની તેને ભારે પડી જાય. દક્ષિણ ચીન સાગર ઉપરનો ચીનનો દાવો આંતરરાષ્ટ્રીય અદાલતે નકારી કાઢયા પછી પણ ચીન તેને માનવાનો ઇનકાર કરે છે અને સતત એ વિસ્તારમાં કૃત્રિમ ટાપુઓનું સર્જન કરીને ત્યાં લશ્કરી થાણા બનાવી રહ્યું છે. આ બાબતમાં ચીનને તેના તમામ પડોશી દેશો સાથે સરહદ અંગે વિવાદો છે જ. ચીને ટીબેટ ઉપર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને ભારતનો હજારો ચોરસ માઇલનો વિસ્તાર પચાવી પાડ્યો છે અને હજુ અરુણાચલ પ્રદેશ પણ પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે. ચીન પોતાની લશ્કરી તાકાત સતત વધતું જાય છે અને નિરંકુશ પણે વર્તતું થયું છે.

વિશ્વમાં ચીન પ્રત્યેનો અવિશ્વાસ આજે ચરમસીમા ઉપર છે. ચીને આખા વિશ્વમાં કોરોના વાઇરસ ઈરાદાપૂર્વક ફેલાવ્યો હોવાની શંકા વિશ્વના ઘણા દેશો વ્યકત કરી ચૂકયા છે. ત્યારે ભારતે પોતાની માનવતાવાદી પરંપરા અને વિશ્વકલ્યાણની ભાવનાને અનુરૂપ પ્રણાલિકાને અનુસરીને વિશ્વના ૧૦૦ દેશોને દવાઓ મોકલી છે. ૨૧ મી સદીમાં ચીન બહુ ઝડપથી લશ્કરી તાકાત તરીકે ઊભરી આવ્યું છે. આ ઘટનાથી એશિયા અને વિશ્વના સત્તાના સમીકરણો બદલાયા છે.

ચીન પોતાની વગ બંગાળના ઉપસાગરથી લઈને અરબસાગર સુધી વધારી રહ્યું છે. પોતાની વધતી આર્થિક અને લશ્કરી તાકાતના જોરે એશિયા અને આફ્રિકાના દેશોમાં પોતાનો પગ પેસારો કરી રહ્યું છે. ત્યારે માત્ર ભારત માટે જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપની પરંપરાગત સત્ત્।ાઓ બ્રિટન, ફ્રાંસ, જર્મની તેમજ પૂર્વમાં જાપાન માટે નવા પડકારો ઊભા થયા છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ચીનની દાદાગીરીને ખાળવા માટે જાપાન,ઙ્ગ અમેરિકા અને ઈન્ડિયાનું (jai) નામનું નવું ઇંડો પેસિફિક નામના ગ્રુપની રચના કરી છે. ચીનની ચાલબાજીએ વિશ્વ સામે ગંભીર સંકટ ઉભુ કર્યું છે. અમેરિકા સહિતની મહાસત્ત્।ાઓ અત્યારે તો સમસમીને બેઠી છે પરંતુ ભવિષ્યમાં વિશ્વ અને ચીન વચ્ચે ઘર્ષણ થાય તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે. લોકશાહી દેશોએ ભેગા મળીને ચીન નામના આ દૈત્યને નાથવાની તાતી જરૂર છે.

: લેખક :

આર.બી.ગણાત્રા

(રિટાયર્ડ ઓફિસર : સ્ટેટ બેંક અને રાજકોટ નાગરિક સહકારી બેંક)રાજકોટ.

ઇમેલ : ganatrarb@gmail.com

(4:04 pm IST)