Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ડોકટરે કોરોના દર્દીનુ કર્યુ યૌન શોષણઃ સંક્રમણના ડરથી પોલિસ ધરપકડ કરી શકતી નથી

મુંબઇ, તા.૪: કોરોના વાયરસ દેશમાં ઝડપથઈ ફેલાઈ રહ્યો છે. કોરોના સામે ચાલી રહેલી આ લડાઈમાં ડોકટર અને મેડીકલ સ્ટાફ ફ્રંટલાઈન પર ઉભા રહીને લડી રહ્યા છે. જેના માટે આખો દેશ તેમની પ્રશંસા કરી રહ્યો છે. વળી, બીજી તરફ મુંબઈથી એક એવી શરમજનક ઘટના સામે આવી છે જયાં એક ડોકટરે કોરોના દર્દીનુ યૌન શોષણ કર્યુ. ડોકટરનો પણ સંક્રમિત થવાનો ખતરો છે જેના કારણે પોલિસે તેમની ધરપકડ કરી નથી.

પોલિસના જણાવ્યા મુજબ વોકહાર્ટ હોસ્પિટલમાં ૪૪ વર્ષના કોરોના સંક્રમતિ વ્યકિત આઈસીયુમાં ભરતી હતા. આ દરમિયાન ડોકટરે તેની સાથે અયોગ્ય હરકતો શરૂ કરી દીધી. ત્યારે દર્દીએ અલાર્મ વગાડી દીધુ જેનાથી બાકીનો મેડીકલ સ્ટાફ ત્યા પહોંચી ગયો. ઘટનાના એક દિવસ પહેલા જ ડોકટરે હોસ્પિટલમાં ડ્યુટી જોઈન કરી હતી. જેના પર હોસ્પિટલ પ્રશાસને તરત જ તેને સસ્પેન્ડ કરવાની સૂચના આપી.

હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ ગયા મહિને અહીં ૮૦ કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા ત્યારબાદ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી. વળી,૨૩ એપ્રિલે પ્રશાસને તેને ફરીથી ખોલવાની અનુમતિ આપી દીધી. સાવચેતી તરીકે હોસ્પિટલ પ્રશાસને વધુ ઉંમરના ડોકટર્સને ડ્યુટી જોઈન કરવાની ના પાજી દીધી. આરોપીએ હાલમાં જ મુંબઈની એક મેડીકલ કોલેજથી એમડીનો કોર્સ પૂરો કર્યો હતો. જેને ૩૦ એપ્રિલે ડ્યુટી જોઈન કરાવી દેવામાં આવી.

એક મેના રોજ આરોપીએ ઘટનાને અંજામ આપ્યો. પોલિસે હોસ્પિટલ પ્રશાસનની ફરિયાદ પર આરોપી સામે આઈપીસીની કલમ ૩૭૭, ૨૬૯ અને ૨૭૦ હેઠળ કેસ નોંધી લીધો છે. પોલિસને શંકા છે કે આરોપી પણ કોરોના પોઝિટીવ હોઈ શકે છે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલિસે તેને હોમ કવોરંટાઈન કરી દીધો છે. કવોરંન્ટાઈન પીરિયડ પૂરો કર્યા બાદ તેની ધરપકડ થશે.

(4:02 pm IST)