Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉનના અંત બાદ ચીનના પર્યટન સ્થળો ખુલ્યાઃ બે દિવસમાં ૧૦ લાખથી વધુ લોકો ફરવા આવ્યા

ચીનમાં લોકડાઉન હટાવી લેવામાં આવ્યું તેની સાથે જ ફેકટરીઓ અને પરિવહન પણ ખોલી દેવાયા છે

બેઈજિંગ, તા.૪: ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ છે અને લગભગ તમામ દેશો લોકડાઉનમાં કેદ છે. દિવસે ને દિવસે કોરોનાના કારણે મરનારા લોકોનો વૈશ્વિક આંકડો વધી રહ્યો છે અને તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે ચીન જયાંથી પાંચ મહીના પહેલા આ વાયરસના ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યાં સ્થિતિ હવે ફરીથી રાબેતા મુજબ થઈ રહી છે. ચીનમાં લોકડાઉન હટાવી લેવામાં આવ્યું તેની સાથે જ ફેકટરીઓ અને પરિવહન પણ ખોલી દેવાયા છે.

ચીનમાં પર્યટન ક્ષેત્રે પણ ખૂબ જ ઝડપી વધારો નોંધાયો છે. એક અહેવાલ પ્રમાણે મે મહીનાની શરૂઆતના બે દિવસમાં આશરે ૧૦ લાખ લોકો શાંદ્યાઈમાં ફરવા પહોંચ્યા હતા. ચીની સરકારે મે દિવસના અવસર પર કેટલાક પર્યટન સ્થળો ખોલવા આદેશ આપ્યો હતો જેથી પહેલી મેના રોજ ૪,૫૬,૦૦૦ અને બીજી મેના રોજ ૬,૩૩,૦૦૦ લોકો ફરવા પહોંચ્યા હતા.

પાંચ દિવસની રજાઓના પહેલા બે દિવસમાં ચીનમાં ૫૦ લાખથી વધારે લોકોએ મુસાફરી કરી હતી અને મંગળવારે રજાઓના અંત સુધીમાં આશરે ૯૦ લાખ લોકો યાત્રા પૂરી કરે તેવી આશા છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના અહેવાલ પ્રમાણે દ્યરેલુ પર્યટન રેવન્યુ ૯.૭ અબજ યુઆન (આશરે ૧.૩૮ અબજ ડોલર)થી વધારે થવાની સાથે રજાઓના પહેલા દિવસ શુક્રવાર સુધીમાં ૨૩ લાખ ઘરેલુ પર્યટન યાત્રાઓ થઈ.

ઘરેલુ પર્યટનમાં વૃદ્ઘિ બાદ ચીને પોતાની મહામારી સંબંધી ઈમરજન્સી પ્રતિક્રિયાને બીજી કે નીચેની શ્રેણીઓમાં સૌથી ગંભીર કરતા ઉતરતા ક્રમે રાખી દીધી હતી. શુક્રવારે દેશભરના કુલ ૮,૪૯૮ એ-સ્તરીય પર્યટક આકર્ષણોને જનતા માટે ખોલી દેવામાં આવ્યા હતા જે કુલ ૭૦ ટકાને કવર કરે છે.

(4:02 pm IST)