Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જમ્મુ-કાશ્મીર અને ગિલગિત - બાલિસ્તાન સહિત લડાખ ભારતનું જ અભિન્ન અંગ : પાકને જણાવાયું

પાકિસ્તાન ગેરકાનુની કબ્જો છોડે : પાક અદાલતના નિર્ણયને ફગાવતું ભારત

નવી દિલ્હી તા. ૪ : એવુ લાગી રહ્યુ છે કે ભારતે હવે ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને અલ્ટીમેટમ આપવુ શરૂ કરી દીધુ છે. વિદેશ મંત્રાલય તરફથી પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ તરફથી ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આવેલ એક આદેશ બાદ કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનના એક વરિષ્ઠ રાજનાયકને બોલાવ્યા અને આ મુદ્દે કડક નિવેદન(ડિમાર્શ) જારી કર્યુ.

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધુ છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર જેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનો હિસ્સો પણ આવે છે, તે ભારતનો આંતરિક ભાગ છે અને ભારત પાસે આના પર અખંડનીય અને કાનૂની અધિગ્રહણનો અધિકાર છે. પાકિસ્તાને એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે આ મુદ્દે ભારતની સ્થિતિ વર્ષ ૧૯૯૪માં સંસદ પાસે થયેલ પ્રસ્તાવમાં જોવા મળી હતી જેને સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાન કે તેની ન્યાયપાલિકા પાસે કોઈ અધિકાર નથી કે તે આના પર ગેર કાયદેસર અને બળજબરીથી કબ્જો કરે. ભારત આ પ્રકારની કાર્યવાહીને ફગાવી દે છે. ભારતે પાકને સ્પષ્ટ કહી દીધુ છે કે પાકિસ્તાનને આના પર પોતાના બધા ગેરકાયદે કબ્જો છોડી દેવો જોઈએ અને જમ્મુ કાશ્મીરમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાની કોશિશ ન કરવી જોઈએ.

વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે પાકને જણાવ્યુ છે કે ઐ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાન, કેન્દ્રશાસિત રાજયો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર ગેરકાયદે કબ્જાને છૂપાવી નથી શકત અને ના માનવાધિકાર ઉલ્લંઘનોથી મોઢુ ફેરવી શકે. પાક એ વાતને પણ ફગાવી નહિ શકે કે સાત દશકથી પીઓકેમાં લોકોની આઝાદીથી ઈનકાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે ૨૮ એપ્રિલે ગિલગિટ-બાલ્ટિસ્તાનના એડવોકેટ જનરલને નોટિસ જારી કરી. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે પ્રાંતીય સરકારને આ મંજૂરી આપી છે કે તે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી માટે તે વર્ષ ૨૦૧૮માં આવેલ આદેશમાં જરૂરી ફેરફાર કરીે વધુ એક કાર્યકારીને તૈયાર કરે. ત્યારબાદ ૩૦ એપ્રિલે સુપ્રીમ કોર્ટે અહીં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે.

(3:58 pm IST)