Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

નરેન્દ્રભાઇ નોન એલાઇન મુવમેન્ટ (NAM)ની વર્ચ્ચુઅલ સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલી વખત સામેલ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ કોરોના વાયરસ મહામારીથી લડવાના પગલા અંગે ચર્ચા માટે નોન એલાઇન મુવમેન્ટ (NAM)ના વર્ચ્ચુઅલ સમિટમાં ભાગ લેશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ બેઠક ભારતીય સમય મુજબ ૪:૩૦ વાગ્યે યોજાશે જેમાં વિદેશમંત્રી જયશંકર પણ સામેલ થશે આ પહેલીવાર થશે. જયારે મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ NAM ની બેઠકમાં ભાગ લેશે. અગાઉ ૨૦૧૬ અને ૨૦૧૯માંમાં NAM  શિખર સંમેલનમાં ભાગ ન લેનાર પહેલા ભારતીય વડાપ્રધાન હતા. છેલ્લે ભારત વતી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ૨૦૧૨માં તેહરાન ખાતે યોજાયેલ NAMની બેઠકમાં ભાગ લીધો હતો.

NAM  સંયુકત રાષ્ટ્ર સિવાય દેશોના સૌથી વધુ સભ્ય વાળુ સંગઠન છે. જેમાં એશીયા, આફ્રિકા અને લૈટીન તથા અમેરીકાના દેશો સહિત ૧૨૦ વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે.

(3:04 pm IST)