Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

બેંક ઓફ બરોડા દ્વારા યોજાયો 'મેગા એમએસએમઇ સંપર્ક' કાર્યક્રમ

રાષ્ટ્રી કક્ષાના વેબીનાર થકી કોવિડ-૧૯ પછીની તકો અંગે વાકેફ કરાયા

મુંબઇ તા. ૪ : બેંક ઓફ બરોડાએ કોવિડ-૧૯ રોગચાળા અને તેનાથી સંબંધિત લોકડાઉનની સ્થિતીમાં એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે પડકારોને ધ્યાનમાં રાખીને દેશભરના એમ.એસ.એમ.ઇ. ઋણધારકોને જોડવા માટે એક અનન્ય પહેલ 'મેગા એમએસએમઇ સંપર્ક' કાર્યક્રમ યોજયો હતો.

બેંકના એકિઝકયુટીવ ડીરેકટર વિક્રમાદિત્યસિંહ ખીચીની અધ્યક્ષતામાં આયોજીત લાઇવ વેબીનારમાં લોન ફેકટરીના મેનેજરો, ઝોનલ મેનેજરો, રીજયોનલ મેનેજરો, બ્રાન્ચ મેનેજરો અને મેનેજરો સહીત મોટી સંખ્યામાં એમએસએમઇ ઋણધારકો ઉપસ્થિત રહ્યા હતા.

આ વેબીનારનો ઉદેશ્ય એમએસએમઇ ઋણધારકોને તેમના લાભ માટે બેંક દ્વારા ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ, વિકલ્પો વિષે શિક્ષિત બનાવવાનો હતો. જેમાં બેંક અધિકારીઓ દ્વારા સમસ્યાઓ દુર કરવા આ સુવિધાઓના ઉપયોગ માટે સુચનો, માર્ગદર્શન સાથે ભવિષ્ય માટેનો એક માર્ગમેપ પણ રજુ કર્યો હતો. ચેટ બોકસ સુવિધા દ્વારા સહભાગીઓને તેમની શંકાઓ, સવાલોની સ્પષ્ટતા માટે સુવિધા પુરી પડાઇ હતી. બેંકને ચેટ બોકસ દ્વારા ૨૨૦૦૦ પ્રશ્નો પ્રાપ્ત થયા હતા. એમએસએમઇ ઋણધારકોને કોવિડ-૧૯ પછીના દ્રશ્યમાં અમુક સેગમેન્ટમાં ઉપલબ્ધ ધંધાની તકોથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર વેબીનારનું આયોજન એકઝીકયુટી ડીરેકટર વિક્રમાદિત્યસિંહ ખિચીના ડેસ્ક પરથી કરવામાં આવ્યુ હતુ. 

(3:04 pm IST)