Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પ્રવાસી મજૂરો પાસેથી કોઇપણ ભાડું ન લેવામાં આવે :ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને કરી રજૂઆત

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કમાણીના કોઇ સ્ત્રોત નથી

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રને અરજી કરી છે કે કોરોનાવાયરસ-લૉકડાઉન દરમિયાન પોતાના મૂળ સ્થાનો પર ટ્રેન દ્વારા પ્રવાસ કરતાં પ્રવાસી મજૂરો પાસેથી કોઇપણ ભાડું ન લેવામાં આવે. મુખ્યમંત્રી ઠાકરેએ રવિવારે મોડી રાતે કેન્દ્ર સાથે આ વિશે વાત કરી. તેમણે કહ્યું કે લગભગ પાંચ લાખ પ્રવાસી મજૂરોને જુદાં જુદાં રાજ્યોમાં 40 દિવસો સુધી ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવી છે અને હવે તેમને ઘરે પાછાં જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. "આ લોકો પાસે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કમાણીના કોઇ સ્ત્રોત નથી. તેથી, માનવતાને આધારે, કેન્દ્રએ તેમની પાસેથી પ્રવાસ માટે ભાડું ન લેવું જોઇએ."

તેમણે કહ્યું કે અનેક એનજીઓ, સામાજિક કાર્યકર્તા અને વ્યક્તિઓ પ્રવાસી મજૂરોના ખર્ચ ઉઠાવવા માટે આગળ આવ્યા છે. ઠાકરેએ સંબંધિત રાજ્યના અધિકારીઓને પ્રવાસી શ્રમિકોના સમૂહોને મોટાંપાયે મદદ માટે તૈયાર રહેવા કહ્યું છે, જો કેન્દ્ર મુંબઇ, થાણે, અને પુણે જેવા શહેરોમાંથી ટ્રેનોને તેમના ગૃહનગર સુધી ચલાવવાનો નિર્ણય કરે છે. મહારાષ્ટ્રના ઉર્જામંત્રી નિતિન રાઉતે પહેલા જ રેલ મંત્રાલય સાથે પ્રવાસી મજૂરોના પરિવહનનો ખર્ચ ઉઠાવીને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો છે.

(1:59 pm IST)