Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ભારતમાં ૧૦ લાખ ટેસ્ટે કેસનો દર વિકસીત દેશોથી ઓછો તપાસના પગલેે સંક્રમીતોની સંખ્યા

ભારતે ટેસ્ટના બદલે આઇસોલેશનની નિતિ અપનાવી અને ૧૦ લાખ ટેસ્ટ કર્યા બાદ વિકસીત દેશોથી ખુબ જ સારી સ્થિતિમાં છીએ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને રોકવા માટે ડબલ્યુએચઓએ વારંવાર કહ્યુ છે કે ભારતે વધુમાં વધુ ટેસ્ટ કરવા જોઇએ. જયાં ભારતે ટેસ્ટ કરતા આઇસોલેશન ઉપર વધુ ભાર મુકયો જે આજે પણ યથાવત છે. સંભવતઃ ભારતની આ રણનીતી કારગર નિવડી છે. દેશમાં શનિવાર સુધીમાં ૧૦ લાખ ટેસ્ટ બાદ કુલ સંક્રમીતોની સંખ્યા ૩૯૯૮૦ હતી. જયારે ૧૦ લાખ  ટેસ્ટ બાદ અમેરીકામાં ભારતથી ચાર ગણા સ્પેનમાં પાંચ ગણા વધુ દર્દીઓ હતા. જયારે તુર્કીમાં ત્રણ ગણા અને જર્મનીમાં ડબલ સંક્રમીતો હતા. આ પરીણામ ત્યારે છે જયારે ભારતે કોરોના ટેસ્ટ માટે ખાસ પ્રોટોકોલ અપનાવી રાખ્યો છે. ભારતમાં કોઇ પોતાનો કોરોના ટેસ્ટ એમ જ નથી કરાવી શકતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે જણાવેલ કેે ૧૪ દિવસોમાં ભારતનો ડબલીંગ રેટ ૧૦.૫ દિવસમાંથી ૧૧.૭ દિવસ થયો છે. ભારતમાં મૃત્યુ દર સૌથી ઓછો ૩.૨ ટકા છે. આપણે ત્યાં દરરોજ ૭૫ હજાર ટેસ્ટ થઇ રહયા છે. ભારતે વિશ્વના ૯૯ દેશોને હાઇડ્રોકસીકલોરોકવીન અને પેરાસીટામોલ જેવી દવાઓ આપી છે.

(12:57 pm IST)