Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગુજરાત સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં આજથી દારૂનું વેચાણ શરૂ થતા જ ખરીદવા લાઇનો લાગી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉન ૩.૦માં કેટલીક છૂટછાટ આપી છે. તેમાં દારૂની દુકાનો ખોલવાની પણ મંજૂરી આપી છે. આજે સવારે ગુજરાત સિવાય અનેક રાજ્યોમાં દારૂ વેચતી દુકાનો શરૂ થતા જ તે ખરીદવા વ્યસનીઓ ઉમટી પડ્યા હતા અને ઠેર-ઠેર લાઇનો જોવા મળી હતી. દિલ્હીમાં લક્ષ્મીનગર વિસ્તારમાં દારૂની દુકાન બહાર જબરી લાઇન જોવા મળી હતી. દિલ્હી રેડ ઝોનમાં છે છતાં ત્યાં આ દુકાનો શરૂ કરવામાં આવી છે. કર્ણાટકમાં પણ સવારથી લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. છત્તીસગઢમાં દુકાન શરૂ થતા જ સોશ્યલ ડિસ્ટન્સ રાખીને બંધાણીઓએ દારૂ ખરીદ્યો હતો.

 

(11:37 am IST)