Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉન છતાં સ્થિતિ વણસી

મહારાષ્ટ્ર-ગુજરાત-દિલ્હીમાં કોરોનાનો કહેર વધુ

નવી દિલ્હી તા. ૪ : લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૦,ર૬૩ પર પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં વાયરસના કારણે૧૩૦૬ ના મોત થયા છે. જયારે ૧૦૮૮૭ લોકો સાજા થઇ ચુકયા છે પણ સૌથી ચિંતાજનક સ્થિતી મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીની છે, જયા હાલત સતત બગડી રહી છે.

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજય મહારાષ્ટ્ર છે. રાજય આરોગ્ય મંત્રાલય અનુસાર, અહીં અત્યાર સુધીમાં સંક્રમીતોની કુલ સંખ્યા ૧રર૯૬ થઇ ગઇ છે. છેલ્લા ર૪ કલાકમાં ૭૯૦ નવા પોઝીટીવ કેસ જાહેર થયા છે. અને ૩૬ લોકોના મોત થયા છે. આ સાથેજ રાજયમાં કુલ મોત પર૧ થયા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગ અનુસાર, રાજયમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા પ૦પપ થઇ ગઇ છે તેમાંથી ૮૯૬ લોકો સાજા થયા છે. અને ર૬ર લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. દિલ્હી સરકાર અનુસાર, દિલ્હીમાં પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૪૧રર થઇ ગઇ છે. તેમાંથી ૧રપ૬ લોકો સાજા થયા છે. અને ૬૪ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

 

(11:20 am IST)