Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વુહાનની લેબમાંથી જ આવ્યો છે કોરોના વાયરસઃ અમારી પાસે પાક્કા પુરાવા છે

અમેરિકાના વિદેશમંત્રીનો ધડાકો

વોશીગ્ટન,તા.૪: અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ રવિવારે દાવો કર્યો છે કે, એ વાતના ઘણા પૂરાવા છે કે, કોરોના વાયરસ ચીનના વુહાનની લેબમાં જ પેદા થયો હતો. એક ન્યૂઝ ચેનલ સાથે 'ધીક વીક' શોમાં પોમ્પિયોએ આ દાવો કર્યો.

તેમણે વાયરસથી નિપટવાના ચીનના વલણની પણ ટીકા કરી. જોકે, તેમણે એ વાતનો કોઈ જવાબ આપ્યો નથી કે, શું આ વાયરસને જાણી જોઈને છોડવામાં આવ્યો હતો કે કેમ.

પોમ્પિયોએ એબીસીને કહ્યું કે, એ વાત સાથે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સહમત છે કે, વાયરસ જેનિટિકલી મોડિફાઈડ અથવા માણસ દ્વારા બનાવવામાં આવ્યો નથી.જોકે, તેમણે આગળ કહ્યું કે, એ વાતના મોટા અને ઘણા પૂરાવા છે કે, વાયરસ વુહાનની લેબમાંથી જ નીકળ્યો છે. તેમણે કહ્યું કે, દુનિયામાં ઈન્ફેકશન ફેલાવવા અને નીચલી ગુણવત્ત્।ાની લેબ ચલાવવાનો ચીનનો ઇતિહાસ રહ્યો છે. તેમણે કહ્યું કે, ચીને જે રીતે કોરોના પર પડદો નાખવાના પ્રયત્નો કર્યો તે કોમ્યુનિસ્ટોનું ખોટી જાણકારી ફેલાવવાના પ્રયત્નનું ઉદાહરણ હતું જેનાથી મોટો ખતરો પેદા થઈ શકે છે.ચીન ઉપર અમેરિકા શરૂઆતથી એ વાતનો આરોપ લગાવતું રહ્યું છે કે, કોરોના વાયરસ વિશે તેણે દુનિયાને મોડેથી જાણકારી આપી અને પોતાને ત્યાં પણ વાયરસ ફેલાતો રોકવામાં વિલંબ કર્યો.

 

(11:20 am IST)