Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કેવી કેવી છુટ આપે છે કંપનીઓ?

એકથી વધુ કાર ધરાવો છો? તો કિલોમીટર પ્રમાણે વીમા પ્રીમીયમ ચુકવવું ફાયદાકારક

નવી દિલ્હી,તા.૪: દેશભરમાં લોકડાઉન ખુલ્યા પછી વીમા કંપનીઓ ગાડીના કિલોમીટર અનુસાર પ્રીમીયમ ચુકવવાનો વિકલ્પ આપવાની તૈયારી કરી રહી છે. એટલે કે તમે જેટલી ગાડી ચલાવશો તેના અનુસાર વીમાનું પ્રીમીયમ ચુકવવું પડશે.

વીમા કંપનીઓએ આ પોલીસીને 'પે એઝ યુ ડ્રાઇવ' નામ આપ્યું છે. એટલે તમે મહિનામાં જેટલા કિલોમીટર ગાડી ચલાવો તેના અનુસાર પ્રિમીયમ ચુકવો. આ નવી પોલીસી બાબતે વીમા ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે આ પોલીસી તેમના માટે વધુ ફાયદા કારક છે. જેમની પાસે એકથી વધે ગાડી છે.વીમા કંપનીઓ ત્રણ સ્લેબમાં ગાડીના કિલોમીટર અનુસાર પ્રીમીયમ ચુકવવાનો વિકલ્પ આપી રહી છે. ગ્રાહક પોતાના ઉપયોગની જરૂરિયાત અનુસાર ત્રણ સ્લેબ ૨૫૦૦, ૫૦૦૦ અને ૭૫૦૦ કિલોમીટરમાંથી કોઇ એક વિકલ્પ પસંગ કરી શકાશે. આ પ્રોડકટ હેઠળ ગ્રાહક એક વર્ષની મુદત માટે વાહનની નકકી થનાર અનુમાનિત અંતર પહેલાથી જણાવવું પડશે. તેના આધારે કોમ્પ્યુટરાઇઝડ સીસ્ટમ દ્વારા પ્રીમીયમની રકમ નકકી થશે. ભારતી એકસા જનરલ ઇન્સ્યોરન્સ ૨૫૦૦ કિમીનો વિકલ્પ પસંદ કરવા પર ૨૫ ટકા છુટની ઓફર કરે છે.

પ્રોબસ વીમાના નિર્દેશક રાકેશ ગોયલે જણાવ્યું કે જે લોકો પાસે એકથી વધારે ગાડી હોય તેમના માટે આ વિકલ્પ ફાયદાકારક છે. કેમ કે તેઓ ગાડી વારા ફરતી ચલાવીને કિલોમીટર બચાવી શકે છે.

(11:13 am IST)