Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાનો ફાયદો? વિમાનમાં વપરાતું પેટ્રોલ પાણી કરતા પણ સસ્તું થયું

૧ લીટર પેટ્રોલમાં ૩ લીટર ATF

નવી દિલ્હી, તા.૪: કોરોના વાયરસના કારણે હવાઇ સેવાઓ અટકી ચુકી છે, જેના કારણે વિમાન ઇંધણનું વેચાણ સંપુર્ણ અટકી ગયુ છે. જેના કારણે તેલ કંપનીઓ વિમાન ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF) ની કિંમતમાં ૨૩ ટકા જેટલો મોટો ઘટાડો કરી દીધો છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં  કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે થયો છે. નવા ઘટાડા બાદ એટીએફનાં ખર્ચમાં પેટ્રોલ અને ડિઝલની તુલનામાં એક તૃતિયાંશ એટલે કે ૩૩ ટકા થઇ ગઇ છે. જો કે બીજી તરફ રવિવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઇ પરિવર્તન આવ્યું નહોતું.

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીની માહિતી અનુસાર દિલ્હીમાં એટીએફનો ભાવ ૬૮૧૨ રૂપિયા પ્રતિકિલોલીટર અથવા ૨૩.૨ ટકાનાં ઘટાડા સાથે ૨૨,૫૪૪.૭૫ રૂપિયા પ્રતિ કિલોલીટર રહી ગયું છે. આ પ્રકારે વિમાન ઇંધણનો ભાવ પેટ્રોલની તુલનાએ એક તૃતિયાંશ રહી ગયુ છે. દિલ્હીમાં કાર, દ્વિચક્રી વાહનોમાં ઉપયોગમાં લેનારા ઇંધણની કિંમત ૬૯.૫૯ રૂપિયા પ્રતિ લિટર છે. તે એક લીટર એટીએફનો ભાવ ૨૨.૫૪ રૂપિયા પ્રતિ લિટર થશે. જયારે હાલ મિનરલ વોટરની કિંમત ૨૦-૨૫ રૂપિયા લિટરે વેચાય છે. બીજી તરફ બસ,ટ્રક અને ટ્રેકટરમાં ઉપયોગ થનારા ડિઝલનો ભાવ ૬૨.૨૯ રૂપિયા પ્રતિ લીટર છે.

નવી સુચના અુસાર બજાર મુલ્ય અથવા સબ્સિડી વગર કેરોસિનનો ભાવ ૩૯,૬૭૮ રૂપિયા પ્રતિ કિલોલીટર (૩૯.૬૭ રૂપિયા પ્રતિ લીટર) પર આવી ગઇ છે. આ પ્રકારે કેરોસિનનો ભાવ પણ પેટ્રોલ અને ડિઝલ કરતા ઘણો ઓછો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીથી એટીએફમાં આ છઠ્ઠી અને સૌથી મોટો ઘટાડો છે. ફેબ્રુઆરીથી જેટ ઇંધણના ભાવોમાં આશરે ૬૬ ટકાનો ઘટાડો થયો છે.

(9:55 am IST)