Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના : અમેરિકામાં કેસોની સંખ્યા વધી ૧૧૬૨૧૬૪ થઇ

અમેરિકામાં મોતનો આંકડો વધીને ૬૭૪૯૨ : અમેરિકામાં ન્યુયોર્ક શહેરમાં ૩ લાખથી વધુ કેસો નોંધાયા

વોશિગ્ટન,તા. ૩ : દુનિયાના ૨૧૦ દેશો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કેસોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિવિધ દેશોએ અનેક પગલાઓ લીધા હોવા છતાં સ્થિતિ સુધરી રહી નથી. સમગ્ર દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં પણ સ્થિતિ વણસેલી છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં થઇ છે. અમેરિકામાં હજુ સુધી ૧૧ લાખથી પણ વધારે કેસો નોંધાઈ ચુક્યા છે. અમેરિકામાં કેસોની સંખ્યા ૧૧૬૨૦૪૯ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં આજે અનેક નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે મોતનો આંકડો વધીને ૬૭૪૯૨ ઉપર પહોંચી ચુક્યો છે. અમેરિકામાં સતત કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં રિકવર થયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થઇ રહ્યો છે. આંકડો ૧૭૩૯૧૦ પહોંચી ચુક્યો છે.

             એક્ટિવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૯૨૦૬૪૭ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગંભીર કેસોની સંખ્યા વધીને ૧૬૪૭૫ ઉપર પહોંચી ચુકી છે.  અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરવામાં આવે તો ન્યુયોર્કનો સમાવેશ થાય છે. ન્યુયોર્કમાં હજુ સુધી ૩૧૯૨૧૩થી પણ કેસ નોંધાઈ ચુક્યા છે એટલે કે એકલા ન્યુયોર્ક શહેરમાં આંકડો ૩ લાખથી પણ ઉપર પહોંચી ચુક્યો છે અને કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ત્યારબાદ ન્યુજર્સીનો સમાવેશ થાય છે. ન્યુજર્સીમાં પણ આંકડો ૧૨૩૭૧૭ ઉપર પહોંચી ચુક્યો છે. ન્યુયોર્ક અને લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ સ્થિતી ખરાબ થઇ રહી છે. ન્યુયોર્કની હાલત ખુબ કફોડી બનેલી છે. તમામ પ્રયોગ યુદ્ધના ધોરણે થઇ રહ્યા હોવા છતા નિષ્ફળતા મળી રહી છે.  સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે. આ મહાસંકટની સ્થિતી વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે. ચીનના કારણે આ હાલત થઇ હોવાનો આક્ષેપ અમેરિકી લોકો કરી રહ્યા છે. જો કે અમેરિકી તંત્રની લાપરવાહી પણ આમાં દેખાઇ છે. અમેરિકા પણ કોરોના સામે જંગમાં પરાજિત છે કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે.

                   અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છે કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે. અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે. અમેરિકા કોરોનાના કારણે પ્રભાવિત થયેલા સૌથી વધારે દેશ પૈકી છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે. અમેરિકાને સફળતા મળી રહી નથી. જેથી બીજા દેશોમાં પણ ચિંતા સતત વધી રહી છે. દુનિયામાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશમાં અમેરિકામાં છે.કોરોનાના કારણે દુનિયાના ૨૧૦ હાલમાં પ્રભાવિત થયેલા છે.  ટ્રમ્પ સરકારે પગલા લીધા હોવા છતાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે.

અમેરિકામાં કોરોના......

એક્ટિવ કેસ સંખ્યા વધીને ૯૨૦૬૪૭

વોશિગ્ટન,તા. ૩ :  સુપરપાવર અમેરિકામાં કોરોનાના કારણે હાહાકાર જારી છે. તમામ નવા નવા પ્રયોગ કોરોનાને રોકવા માટે કરવામાં આવી રહ્યા છે છતાં અમેરિકામાં દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. એક જ દિવસમાં એક હજારથી વધુ  લોકોના મોત થઇ રહ્યા છે. ૨૦મી જાન્યુઆરીના દિવસે અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસ નીચે મુજબ છે.

મોતનો કુલ આંકડો થયો.......................... ૬૭૪૯૪

કુલ કેસોની સંખ્યા થઇ........................ ૧૧૬૨૧૬૪

નવા કેસો નોંઘાયા............................ ૧૦૦૦થી વધુ

૨૪ કલાકમાં મોત................................. ૫૦થી વધુ

ગંભીર અસરગ્રસ્ત.................................... ૧૬૧૭૫

રિકવર લોકો......................................... ૧૭૩૯૧૦

એક્ટિવ કેસોની સંખ્યા............................ ૯૨૦૬૪૭

(12:00 am IST)