Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના : વિશ્વભરમાં કેસોની સંખ્યામાં અવિરતપણે વધારો

વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા ૩૫ લાખથી ઉપર : દુનિયાભરમાં મૃતાંક વધીને ૨૪૫૨૪૧ : હાલત કફોડી

નવી દિલ્હી,તા.૩ : દુનિયાભરમાં કોરોના વાયરસનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. કેસોની સંખ્યામાં આવિરતપણે વધારો થઇ રહ્યો છે. અમેરિકા, સ્પેન, ઇટાલી, યુકે, ફ્રાંસ, જર્મની, રશિયા અને ભારત પણ બચી શક્યું નથી. ભારતમાં પણ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. વિશ્વમાં સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકાનો સમાવેશ થાય છે. અમેરિકાની સ્થિતિ ખુબ જ ગંભીર બનેલી છે. ત્યારબાદ સ્પેનનો સમાવેશ થાય છે. દુનિયાના ૨૧૦ દેશો કોરોના વાયરસના કારણે પ્રભાવિત બનેલા છે. દેશોની સરકારો આને લઇને ભારે ચિંતિત બનેલી છે. કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે દુનિયાના તમામ વૈજ્ઞાનિકો લાગેલા છે પરંતુ આશાનું કોઇ કિરણ હજુ સુધી દેખાઈ રહ્યું નથી. દુનિયાના તમામ દેશો અને નાગરિકો કોરોનાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. કોરોના વાયરસે  વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩૫૦૭૪૪૨ સુધી પહોંચી ગઈ છે એટલે કે આંકડો ૩૫ લાખથી પણ ઉપર થઇ ગયો છે. વિશ્વમાં કોરોનાગ્રસ્ત દેશોની હાલત ખુબ જ ખરાબ બનેલી છે. કોરોના કારણે અર્થતંત્ર પર પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. દુનિયાભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૧૩૦૧૨૨ સુધી પહોંચી ગઈ છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૧૩૨૦૭૯ પર પહોંચી ચુકી છે. આવી જ રીતે દુનિયામાં મોતનો આંકડો પણ વધીને ૨૪૫૨૪૧ ઉપર પહોંચી રહ્યો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૦૬૦૭ પર પહોંચી ચુકી છે. દુનિયાના ૨૧૦ કરતા વધારે દેશો કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમના અર્થતંત્ર ભાંગી પડવાના આરે પહોંચી ગયા છે. અમેરિક અર્થતંત્રને પણ નુકસાન થયુ છે. તમામ દેશો પગલા લઇ રહ્યા છે પરંતુ હાલમાં બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. 

      વિશ્વમાં કોરોનાની સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે  મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બેલ્જિયમ સૌથી આગળ રહ્યા છે. આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે. ભારતમાં પણ હવે સ્થિતી ખરાબ થઇ રહી છે. કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાંસફળતા હાથ લાગી રહી નથી. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થિતી સુધરી રહી નથી. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થિતીમાં સુધારો થયો છે.  સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે. અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. ચીનમાં પણ કેટલાક નવા કેસો સપાટી પર આવ્યા છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૧૨૧૮ રહેલી છે. જે ગંભીર સ્થિતીનો સંકેત આપે છે.કોરોના કહેર હજુ જારી રહી શકે છે.

વિશ્વમાં કોરોના કહેર

નવી દિલ્હી, તા.૩  : કોરોના વાયરસનો હાહાકાર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે.  કોરોનાના કારણે દુનિયામાં સ્થિતી નીચે મુજબ છે

વિશ્વના કુલ દેશો પ્રભાવિત.............................. ૨૧૦

વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા.......... ૩૫૦૭૪૪૨

વિશ્વના કુલ દેશોમાં મોતની સંખ્યા........... ૨૪૫૨૪૧

વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા.... ૧૧૩૦૧૨૨

ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા.......... ૫૦૬૦૭

એક્ટિવ કેસોની સંખ્યા........................... ૨૧૩૨૦૭૯

વિશ્વમાં કોરોના કહેર જારી

દુનિયામાં રિકવરી થયેલા લોકોની સંખ્યામાં વધારો

નવી દિલ્હી, તા.૩ : કોરોનાના પ્રકોપ વચ્ચે દુનિયાના દેશોમાં હાહાકાર જારી છે. કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાના દેશો એક સાથે લાગેલા છે પરંતુ હજુ સુધી કોઇ આશાનુ કિરણ દેખાઇ રહ્યુ નથી. વિશ્વના દેશોમાં કોરોનાના કારણે કેસોની સંખ્યા વધીને હવે ૩૫ લાખ કરતા વધારે થઇ ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો પણ વધીને બે લાખથી પણ ઉપર પહોંચી ગયો છે. કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા અને ક્યાં કેટલાના મોત થયા તે નીચે મુજબ છે

દેશ

કુલ કેસ

નવા કેસ

મોતનો આંકડો

અમેરિકા

૧૧૬૨૦૪૯

૧૨૭૫

૬૭૪૯૨

સ્પેન

૨૪૫૫૬૭

-

૨૫૧૦૦

ઇટાલી

૨૦૯૩૨૮

-

૨૮૭૧૦

યુકે

૧૮૨૨૬૦

-

૨૮૧૩૧

ફ્રાંસ

૧૬૮૩૯૬

-

૨૪૭૬૦

જર્મની

૧૬૫૦૧૬

૪૯

૬૮૧૨

રશિયા

૧૩૪૬૮૭

૧૦૬૩૩

૧૨૮૦

તુર્કી

૧૨૪૩૭૫

-

૩૩૩૬

ઇરાન

૯૭૪૨૪

૯૭૬

૬૨૦૩

બ્રાઝિલ

૯૭૧૦૦

૫૪૧

૬૭૬૧

ચીન

૮૨૮૭૭

-

૪૬૩૩

કેનેડા

૫૬૭૧૪

-

૩૫૬૬

બેલ્જિયમ

૪૯૯૦૬

૩૮૯

૭૮૪૪

પેરુ

૪૨૫૩૪

-

૧૨૦૦

નેધરલેન્ડ

૧૦૫૭૧

૩૩૫

૫૦૫૬

ભારત

૪૦૨૬૩

૫૬૪

૧૩૨૩

સ્વિસ

૨૯૯૦૫

૮૮

૧૭૬૨

ઇક્વેડોર

૨૭૪૬૪

-

૧૩૭૧

સાઉદી અરેબિયા

૨૭૦૧૧

૧૫૫૨

૧૮૪

પોર્ટુગલ

૨૫૧૯૦

-

૧૦૨૩

સ્વિડન

૨૨૩૧૭

૨૩૫

૨૬૭૯

મેક્સિકો

૨૨૦૮૮

૧૩૪૯

૨૦૬૧

(12:00 am IST)