Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કમલનાથનો મોટો ઘડાકો : પેટાચૂંટણી બાદ ભાજપ સરકાર ઘરભેગી થશે

જો સરકાર નહીં ઉથલાઈ જાત તો અમે કોરોનાના નિયંત્રણમાં અન્ય રાજ્યો કરતા આગળ હોત

ભોપાલ : કોંગ્રેસના નેતા કમલનાથએ દાવો કર્યો છે કે થોડા સમયમાં યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસને 20 થી 22 સીટો મળશે. કમલનાથે એવો પણ દાવો કર્યો હતો કે પેટાચૂંટણી પછી રાજ્યમાં ભાજપની સરકાર નહીં રહે.

મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ સીએમ કમલનાથે રવિવારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દાવો કર્યો છે કે થોડા સમયમાં યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસને 20 થી 22 સીટો મળશે. કમલનાથે એવો પણ દાવો કર્યો હતો કે પેટાચૂંટણી પછી રાજ્યમાં ભાજપની સરકાર નહીં રહે.

પૂર્વ મુખ્યમંત્રીએ રવિવારે ભાજપના તમામ આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો, જે આક્ષેપો દ્વારા ભાજપે કમલનાથની સરકાર સત્તા પર હતી ત્યારે તેમને ઘેર્યા હતા. કમલનાથે કહ્યું, "અમારી સરકારે કોવિડ 19 સામે લડત માટે ઘણા મજબૂત પગલાં લીધાં હતાં અને જો સરકાર નહીં ઉથલાઈ જાત તો અમે કોરોનાના નિયંત્રણમાં અન્ય રાજ્યો કરતા આગળ હોત."

(12:00 am IST)