Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દિલ્હીમાં પોલીસ સાથે તૈનાત બીએસએફના વધુ 25 જવાન કોરોના પોઝિટિવ

જામા મસ્જિદ વિસ્તારમાં દિલ્હી પોલીસની સાથે તૈનાત BSFની 126 બટાલિયનના વધુ 25 જવાન સંક્રમિત થયા

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓમાં ખૂબ જ તેજીથી વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોવિડ-19 ની ઝપેટમાં સ્વાસ્થ્યકર્મિઓની સાથે-સાથે સુરક્ષાબળોના જવાનો પણ આવી રહ્યા છે. દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારમાં દિલ્હી પોલીસની સાથે તૈનાત BSF ની 126 બટાલિયનના વધુ 25 જવાન કોરોના વાયરસથી પોઝિટિવ મળી આવ્યા છે.126 બટાલિયનથી અત્યાર સુધી કુલ 31 જવાન કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તો બીજી તરફ BSF ના 42 જવાનોમાં કોરોના સંક્રમણ મળી ચૂક્યા છે. BSF ની આ બટાલિયનમાં કુલ 94 જવાન છે. જવાનોમાંથી 9 જવાનોના રિપોર્ટ શનિવારે આવી હતી.જેમાંથી 6 કોરોના પોઝિટિવ હતા.

રવિવારે આવેલી રિપોર્ટમાં 25 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 80 જવાનોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 5 જવાનોનો ટેસ્ટ પણ હજુ આવવાનો બાકી છે. સંક્રમિત જવાનોના સંપર્કમાં આવેલા જવાનોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ કરવામાં આવી રહી છે.

સંપર્કમાં આવેલા જવાનોને ક્વોરન્ટાઈ કરી દેવામાં આવ્યા છે. ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસ BSF ની ચિંતા વધી રહી છે. દિલ્હીમાં લોકડાઉન છતા તેજીથી વધી રહેલા સંક્રણને રોકાઈ શકતુ નથી. દિલ્હી દેશની સૌથી વધારે પ્રભાવિત જગ્યાઓમાંથી એક છે.

દિલ્હીમાં કોરોના વાયરસની ઝપેટમાં CRPF ના 136 જવાન આવી ચૂક્યા છે. પહેલા CRPF ના 136 અને BSF ના 17 જવાન કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. CRPF ના 135 જવાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મયૂર વિહાર ફેસ-3 વિસ્તારમાં સ્થિતિ CRPF ની 31 માં બટાલિયનના છે. બીજી તરફ જવાન દિલ્ગીમાં બળની 246 ના બટાલિયન છે. છેલ્લા કેટલાક દિવસમાં કોરોના વાયરસના મામલા મોટી સંખ્યામાં સામે આવ્યા બાદ 31 મી બટાલિયન પરિસરને સીલ કરી દેવામાં આવી છે.

(8:38 am IST)