Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમેરિકાના ન્યુજર્સીમાં શ્રી રામ ઉપવન એકયુપ્રેશર પાર્કનું ખાત મૂર્હૂત યોજાયું: ગાયત્રી ચેતના સેન્ટરના ઉપક્રમે ૨૮ એપ્રિલ રવિવારના રોજ ડો.ચિન્મય પંડ્યાએ વૈદિક વિધિથી ભૂમિ પૂજન કરાવ્યું: આ પ્રસંગે આયોજીત ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં શાંતિકુંજથી આવેલા સંતો તથા ગાયત્રી ઉપાસકોએ ભાગ લીધો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી) યુ.એસ.માં ગાયત્રી ચેતના સેન્ટર, ન્યુજર્સીના ઉપક્રમે ૨૮ એપ્રિલ રવિવારના રોજ શ્રીરામ ઉપવન એકયુપ્રેશર પાર્કના ભૂમિપૂજનનો પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ પ્રસંગે દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટીના ઉપકુલપતિ આદરણીય ડો.ચિન્મય પંડ્યાએ હાજરી આપી હતી. તથા ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું.

ગાયત્રી પરિવાર દ્વારા ''સ્વસ્થ સમાજ સભ્ય સમાજ''ના આંદોલન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટી (WWW.DSVV.AC.IN)ના પ્રાંગણમાં તથા ભારત વર્ષમાં સેંકડો સ્થળોએ શ્રી રામ ઉપવન એકયુપ્રેશર પાર્ક બનાવવામાં આવ્યા છે. ગાયત્રી પરિવાર દ્વારા ભારતની બહાર પ્રથમ પાર્ક ન્યુજર્સીમાં ૨૪૦, સેન્ટેન્નિઅલ એવ. પિસ્કાટાવેના પ્રાંગણમાં સાકાર થવા જઇ રહ્યો છે. જેનું ભૂમિપૂજન ડો.ચિન્મય પંડ્યાનું દ્વારા વૈદિક વિધિથી કરાયું હતું.

આદરણીય ડો.ચિન્મય પંડ્યાનું (MBBS MRCPSYCH London) વૈદિક આર્ષ સાહિત્ય તથા સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત ૧૦ વર્ષ યુનાઇટેડ કિંગ્ડમમાં એન્ઝાઇમર ડીસીઝના ડીરેકટર તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૦માં દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર તરીકે ભારત પાછા આવી મિશનને જીવન સમર્પિત કરી દીધું. તેમના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં વૈદિક જ્ઞાન, યોગ, તથા વૈજ્ઞાનિક અદ્યાત્મવાદ ઉપર થતા રિસર્ચ તથા કોન્ફરન્સ દ્વારા યુનિવર્સિટી વિશ્વ કક્ષ ઉપર ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે. ડો.ચિન્મયજીની દિવ્ય હાજરીમાં શાંતિકુંજથી આવેલા સંતો તથા ઉપાસકો ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા હતા. તેવું શ્રી વિપુલ પટેલ દ્વારા જાણવા મળે છે.

વિશેષ માહિતી કોન્ટેક નં.૭૩૨-૩૫૪-૮૨૦૦ દ્વારા અથવા info@gayatricenter.org દ્વારા જાણી શકાશે.

(9:33 pm IST)