Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

આસામમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ:ભારત-મ્યાંમાર બોર્ડરે કેન્દ્રબિંદુ : ઊંડાઈ જમીનથી 80 કી,મી,નીચે

આસામમાં શનિવાર સાંજે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાન-માલની જાણકારી સામે આવી નથી

   જાણવા મળ્યા મુજબ રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત મ્યાંમાર બોર્ડર વિસ્તાર બતાવવામાં આવી રહ્યું છે.ભૂકંપની ઊંડાઈ જમીનથી 80 કિમી નીચે હોવાની માહિતી મળી રહી છે.

(7:54 pm IST)