Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

BSNLએ પોતાના 'બમ્પર ઓફર'ને ૩૦ જૂન સુધી વધારી : દરરોજ ૨.૨૧ GB ડેટા મળશે એકસ્ટ્રા

બમ્પર ઓફરમાં ૧૮૬ રૂપિયાથી માંડીને ૧૬૯૯ રૂપિયા સુધી પેક પર એકસ્ટ્રા ડેટા મળશે

નવી દિલ્હી તા. ૪ : બીએસએનએલ (BSNL) એ પોતાના બંપર ઓફર હેઠળ મળનાર ફાયદાને બધા પ્રીપેડ ગ્રાહકો (prepaid subscribers) માટે ૩૦ જૂન સુધી વધારી શકાય છે. બીએસએનએલના બંપર ઓફર હેઠળ પ્રીપેડ પેકસને દરરોજ ૨.૨૧ જીબી ડેટા એકટ્રા મળશે. જાન્યુઆરીમાં આ ઓફરને ૩૦ એપ્રિલ સુધી વધારવામાં આવી હતી અને પછી એકવાર બીએસએનએલે તેને ૩૦ જૂન વધારવામાં આવે છે. બંપર ઓફર (Bumper Offer) હેઠળ ૧૮૬ રૂપિયાથી માંડેને ૧૬૯૯ રૂપિયા સુધી પેક પર એકસટ્રા ડેટા મળશે.

બમ્પર ઓફર હેઠળ ૧૮૬ રૂપિયા, ૪૨૯ રૂપિયા, ૪૮૫ રૂપિયા, ૬૬૬ રૂપિયા, ૯૯૯ રૂપિયા અને ૧૬૯૯ રૂપિયાવાળા બીએસએનએલ પ્રીપેડ પ્લાન ખરીદનાર ગ્રાહકોને ૩૦ જૂન સુધી દરરોજ ૨.૨૧ જીબી એકટ્રા જીબી ડેટા મળશે. બીએસએનએલે બંપર ઓફરની રજૂઆત સપ્ટેમ્બરમાં કરી હતી. તે સમયે આ ઓફર ૨૧ જાન્યુઆરી સુધી આપી હતી, જેને પછી ૩૦ એપ્રિલ અને પછી ૩૦ જૂન સુધી વધારવામાં આવશે.

આ ઓફર હેઠળ ૧૮૬ રૂપિયા અને ૪૨૯ રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે તેની વેલિડિટી પીરીયડ દરમિયાન દરરોજ ૩.૨૧ જીબી ડેટાનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારે ૪૮૫ રૂપિયા અને ૬૬૬ રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે ૩.૭ જીબી ડેટા પ્રતિડેટા મળી રહ્યું છે. જોકે મૂળ રૂપથી આ પ્લાન સાથે દરરોજ ૧.૫ જીબી ડેટા જ મળે છે.

બીએસએનએલ હાલમાં પોતાની આવક વધારવા માટે ઘણા આકર્ષક ઓફર્સની રજૂઆત કરી રહ્યા છે. બીએસએનએલનું પ્લાનિંગ છે કે પોતાની ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી રાજસ્વ અને બજાર પર પોતાની પકડને વધારવી જોઇએ. કંપનીએ આશા વ્યકત કરી છે કે આ પ્રયાસોની અસર આગામી દિવસોમાં જોવા મળશે અને તેની બજાર ભાગીદારી વધશે.

(11:30 am IST)