Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

" રસીલી વ્રજયાત્રા કથા " : યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ 4 મે થી 11 મે 2019 દરમિયાન લહાવો : વ્યાસાસને વ્રજની ગોપી તરીકે સુવિખ્યાત પૂજ્ય મુરલિકાજી બિરાજશે

મેરીલેન્ડ : " રસીલી વ્રજયાત્રા કથા ". યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવતીકાલ 4 મે થી 11 મે 2019 દરમિયાન રસીલી વ્રજયાત્રા કથાનું આયોજન કરાયું છે.

શ્રી આનંદ તથા સુશ્રી સુધા અમીન ફેમિલી દ્વારા સ્પોન્સર કરાયેલી આ કથાના વ્યાસાસને ભારતના બરસાનામાં જન્મેલા તથા વ્રજની ગોપી તરીકે સુવિખ્યાત પૂજ્ય મુરલિકાજી બિરાજમાન થઇ વ્રજયાત્રાની ઝાંખી કરાવશે

બાળપણથીજ મેડિટેશન ,ધ્યાન , તથા એકાંત ભક્તિમાં જોડાઈ ગયેલા મુરલિકાજીએ તાજેતરમાં જ સંસ્કૃત તથા વૈષ્ણવ સાહિત્યના પ્રકાંડ પંડિત ગણાતા શ્રી રમેશ બાબાજીના માર્ગદર્શન હેઠળ સંસ્કૃતનો અભ્યાસ કરી સંસ્કૃત આચાર્યની ડિગ્રી મેળવેલી છે.10 વર્ષની ઉમરથીજ તેઓ ભાગવત કથા કરે છે.તેમને વ્રજભૂમિનું વર્ણન કરતું દળદાર પુસ્તક ' રસીલી વ્રજયાત્રા 'લખેલું છે.

કથાનો સમય સોમવારથી શુક્રવાર દરમિયાન સાંજે 7 વાગ્યાથી રાત્રીના 9-30 વાગ્યા સુધીનો રહેશે તથા પ્રીતિભોજનનો સમય સાંજે 6 વાગ્યાથી 6-45 વાગ્યા સુધીનો રહેશે તથા શનિવાર અને રવિવારે કથાનો સમય બપોરે 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે ત્યારબાદ પ્રીતિભોજન થશે.

વિશેષ માહિતી www.mangalmandir.org  દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:35 am IST)