Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

લોકસભા ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનની પાર્ટી LJPRને મોટો ફટકો : 22 નેતાઓએ રાજીનામું આપ્યું : INDIA ગઠબંધનને સમર્થન આપશે

પૂર્વ ધારાસભ્ય અને એલજીપી (આર) ના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ કુમારે કહ્યું કે બળવાખોર નેતાઓ હવે ઈન્ડિયા એલાયન્સને સમર્થન કરશે.

નવી દિલ્હી : બિહારમાં એનડીએનો સહયોગી પક્ષને મોટો ઝટકો લાગ્યો છે, લોકસભાની ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) બિહારની 40 લોકસભા બેઠકોમાંથી 5 - વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈ પરથી ચૂંટણી લડી રહી છે. ટિકિટ ન મળવાથી નારાજ પૂર્વ ધારાસભ્ય અને એલજીપી (આર) ના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ કુમારે કહ્યું કે બળવાખોર નેતાઓ હવે ઈન્ડિયા એલાયન્સને સમર્થન કરશે.

(1:19 am IST)