Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના વાયરસના શિકાર લોકોમાં ૪૧ પ્રતિશત યુવા, ર૧ થી ૪૦ વર્ષની ઉંમરના લોકો સૌથી વધારે ઇન્‍ફેકટેડ

નવી દિલ્‍હી : તબલીગી જમાતના સંમેલન પછી દેશમાં કોરોના પીડિતોની સંખ્‍યામાં ઝડપથી વધી રહી છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના મુતાબિક દેશમાં કુલ સંક્રમિત મામલતદાની સંખ્‍યા ર૯૦ર થઇગઇ છે. ર૬પ૦ સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે. ૧૮૩ લોકો સાજા થઇ ગયા છે. મૃતકોની સંખ્‍યા ૬૮ છે. સર્વાધિક ૪૧ પ્રતિશત ર૧ થી ૪૦ વર્ષની ઉંમરના લોકો સંક્રમર્ણનો શિકાર બન્‍યા છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના સચિવનું કહેવુ઼ છે કે તબલીગી જમાતના ધાર્મિક આયોજનમાં હિસો લેવાવાળા અત્‍યાર સુધી ૧૭ રાજયોના કુલ ૧૦ર૩ લોકોને કોરોના વાયરસની પુષ્‍ટી થઇ ચુકી છે. દેશમાં કુલ મામલામાં ૩૦ પ્રતિશત મામલા તબલીગરી જમાતથી છે. રર હજાર તબલીગી જમાતના લોકો અને એમના સંપર્કમાં આપનારનો કોરોન્‍ટાઇનમાં રાખવામાં આવ્‍યા છે. લોકડાઉન  પર સરકાર સતત નજર રાખી રહી છે. સ્‍થિતિ કાબુમાં છે.

(11:11 pm IST)