Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મોદી સરકારનો મહત્વનો નિર્ણય: દેશના 50 કરોડ લોકોનો નિ:શુલ્ક થશે કોરોના ટેસ્ટ અને સારવાર

કોરોના વાયરસ સંક્રમણનો ટેસ્ટ અને સારવાર હવે આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવશે.

નવી દિલ્હી : કોરોના મહામારી સામે લડતમાં આજે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણનો ટેસ્ટ અને સારવાર હવે આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવશે.

નોંધનીય છે કે સરકારી હોસ્પિટલમાં તો કોરોનાનો ટેસ્ટ અને ઈલાજ પહેલાં જ મફતમાં કરવામાં આવી રહ્યો છે હવે આ યોજના હેઠળ આવતા દર્દીઓને પ્રાઈવેટમાં મફતમાં ટેસ્ટીંગનો લાભ મળશે. આ યોજના હેઠળ અત્યારે 50 કરોડ લોકો છે જેમને કોરોના ટેસ્ટીંગમાં લાભ મળશે.

પ્રાઈવેટ લેબ્સે ICMRનાં સુચનાનું પાલન કરવું પડશે આયુષ્માન યોજના હેઠળનાં હોસ્પિટલ પોતાના સ્તર પર લોકોને આ સુવિધાનો લાભ આપી શકશે. જોકે ટેસ્ટીંગ માત્ર ICMRની દેખરેખ હેઠળ જ કરવામાં આવશે. આ સિવાય જે પ્રાઈવેટ લેબને ટેસ્ટિંગ કરવાની મંજુરી આપવામાં આવી છે તેમણે પણ ICMRના દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

જે પ્રાઈવેટ લેબ્સ પાસે RNA વાયરસના PCR ટેસ્ટ માટે NABL ની માન્યતા હશે તે જ લેબમાં ટેસ્ટીંગ કરવામાં આવશે તથા જયારે કોઈ ડૉકટરએ ટેસ્ટની સલાહ આપી હોય ત્યારે જ ટેસ્ટ કરવામાં આવશે.

(10:11 pm IST)