Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી: કોરોના મહામારીને લઈને ચર્ચા

કોવિડ -19 સામે લડવા માટે ભારત-અમેરિકાની ભાગીદારીની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવા સંમત

નવી દિલ્હી : વિશ્વભરમાં કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોરોના વાયરસ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ અંગે તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર જાણકારી આપતા જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોરોના મુદ્દે સકારાત્મક ચર્ચા થઇહતી

પીએમ મોદીએ લખ્યું હતું કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિસ્તૃત ટેલિફોન વાતચીત થઈ છે. અમે કોરોના મહામારીને લઇને સારી ચર્ચા કરી હતી અને કોવિડ -19 સામે લડવા માટે ભારત-અમેરિકાની ભાગીદારીની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવા સંમત થયા હતા.

(10:04 pm IST)