Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વિમાની સેવા પણ શરૂ કરવા માટે તૈયારી.....

બુકિંગને લઇને તૈયારીઓ શરૂ

નવીદિલ્હી, તા. ૪ : એર ઇન્ડિયા અને વિસ્તરા દ્વારા પણ બુકિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકારી એરલાઈન એર ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૩૦મી એપ્રિલ સુધી તમામ સ્થાનિક અને ઇન્ટરનેશનલ રુટ ઉપર બુકિંગને બંધ કરી દેવામાં આવ્યું છે. ૧૪મી એપ્રિલ બાદ બુકિંગ માટે હાલમાં નિર્ણય કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ વિસ્તરા એરલાઈન્સ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, તે ૧૫મી એપ્રિલ અને ત્યારબાદ માટે બુકિંગ શરૂ કરનાર છે. જો કે, એરલાઈન્સે કહ્યું છેકે, આ ગાળા દરમિયાન મંત્રાલય તરફથી જો કોઇ સુચના આવે છે તો તેને પાળવામાં આવશે.

(7:37 pm IST)