Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

દિપકથી સકારાત્મક ઉર્જાનો સંચાર : ધર્મગ્રંથોમાં ઉલ્લેખ

દરરોજ નિયમિત દિપક પ્રગટાવવાની જરૂર : દિપકમાં તમામ દેવી-દેવતાઓનો તેજ વસે છે : ઋગ્વેદ

નવી દિલ્હી, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની વચ્ચે દેશની જનતાને આવતીકાલે પાંચમી એપ્રિલના દિવસે રાત્રે નવ વાગે દિપ જલાવવા માટે અપીલ કરી છે. સમગ્ર દેશ આ સમયે સરકારની સાથે છે અને તેમને સમર્થન આપીને દિપ જલાવીને મનોબળ વધારવા માટે તૈયાર છે. ધર્મગ્રંથોમાં દિપ પ્રગટાવવાને લઇને ખુબ મહત્વ રહેલું છે. દિપમાં દેવતાઓનો તેજ રહે છે. ઋગ્વેદમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી સકારાત્મક ઉર્જાના સંચાર માટે દિપ જલાવતી વેળા કેટલીક સકારાત્મક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. જાણકાર લોકો કહે છે કે, દિપક જલાવવાના કેટલાક નિયમો રહેલા છે. જ્યોતિશાસ્ત્રના કહેવા મુજબ જ્યારે પૂજા કરવા માટે બેસીએ ત્યારે સૌથી પહેલા દિપકને ખુબ સારીરીતે સ્વચ્છ કરવાની જરૂર હોય છે ત્યારબાદ જો ઘીનો દિપક જલાવનાર છો તો તેને પોતાના ડાબાહાથની તરફ રાખવાની જરૂર હોય છે

         પરંતુ તેલનું દિપક જલાવનાર લોકોને જમણી બાજુ રાખવાની જરૂર હોય છે. જ્યોતિષશાસ્ત્રના કહેવા મુજબ જો દિપક બુઝાઈ જાય તો તેને લઇને પણ કેટલીક બાબતોને ધ્યાન રાખવાની જરૂર હોય છે. દિપક ક્યારે પણ બુઝાઈ જવું જોઇએ જેથી આ બાબતને ધ્યાનમાં લઇને દિપક પ્રગટાવતી વેળા પુરતા પ્રમાણમાં તેલ અથવા ઘી રાખવામાં આવે તે જરૂરી છે પરંતુ કોઇ કારણસર દિપક બુઝાઈ જાય તો તરત જ ભગવાન સમક્ષ ક્ષમા પ્રાર્થના કરી લેવી જોઇએ. જ્યોતિષશાસ્ત્રમાં દિપક જલાવવાના નિયમો હેઠળ આ વાત પણ કરવામાં આવી છે કે, ઘી અને તેલ જુદી જુદી રીતે પ્રગટાવવાની જરૂર હોય છે. ઘીના દિપકમાં રુનો ઉપયોગ કરવાની જરૂર હોય છે જ્યારે તેલના દિપકમાં લાલ દોરાથી દિપક બનાવવાની જરૂર હોય છે જે ખુબ શુભ રહે છે.

        જ્યોતિષશાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દરરોજ નિયમિતરીતે દિપક પ્રગટાવવાની જરૂર હોય છે. માન્યતા એવી ચે કે, જ્યાં પણ દિપક પ્રગટાવવામાં આવે છે તે સ્થાન પર સકારાત્મકતા રહે છે. આના કારણે દિપકના ધુમાડાથી વાતાવરણમાં રહેલા હાનિકારક જંતુઓ નષ્ટ થઇ જાય છે પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે કે, કોઇપણ સમયે ખંડિત દિપકનો ઉપયોગ કરવો જોઇએ નહીં. જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ દિપકને નિયમિતરીતે સાંજે મુખ્ય દ્વારની પાસે પ્રગટાવવાની જરૂર હોય છે. આનાથી લક્ષ્મીમાતા પ્રસન્ન થાય છે જેથી જાતકના જીવનમાં ક્યારે પણ ધનધન્યની કમી આવતી નથી જેથી કોઇપણ ભુલના તમામ નિયમોને ધ્યાનમાં લઇને સાંજના સમયે દિપક પ્રગટાવવાની જરૂર હોય છે.

(7:36 pm IST)