Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ધાર્મિક નેતાઓ પર વધારે વિશ્વાસ બને છે જીવલેણઃ પ્રતિબંધો વિરૂધ્ધ ઇઝરાઇલમાં રોડ પર આવ્યા યહુદીઓ

અંધ વિશ્વાસના કારણે ઇઝરાઇલના બન્ની બ્રાકમાં ૪૦% લોકો કોરોનાનો ભોગ બન્યા

જેરૂસલેમ :.. કોરોના વાયરસને કેટલાય દેશોમાં ધાર્મિક અંધ વિશ્વાસન કારણે પીઠબળ મળી રહ્યું છે. લોકો ધાર્મિક નેતાઓની વાત પર વધારે ભરોસો મુકે છે જેના કારણે સંક્રમણ ફેલાઇ રહ્યું છે. આવો જ એક કિસ્સો યહુદી દેશ ઇઝરાઇલનો  છે. એક અઠવાડીયા પહેલા સુધી ગુલે ગુલઝાર દેખાતું બન્ની બ્રાક શહેર શુક્રવારે ભૂતિયું દેખાવા લાગ્યું છે. શહેરની કુલ વસ્તી ૧.૮૬ લાખ છે જેમાંથી ૪૦% વસ્તી સંક્રમીત થઇ ચૂકી છે.

ઇઝરાઇલના આરોગ્ય પ્રધાન યાકોવ લીત્ઝમેન પણ હવે સંક્રમિત થઇ ચૂકયા છે. મંત્રાલયના અધિકારીઓ તેમનાથી નારાજ છે કેમ કે આ પહેલા લીત્ઝમેને હાલના સપ્તાહોમાં ધાર્મિક સંસ્થાઓમાં સભાઓ પર પ્રતિબંધ મુકવાનો વિરોધ કર્યો હતો અને તેઓ પોતે પ્રાર્થના સભાઓમાં ભાગ લઇ રહ્ય હતાં. આ ઉપરાંત બન્ની બ્રાકના પ્રભાવશાળી નેતા રબ્બી ચેમ કાનિવેસ્કિએ કહયું હતું કે ધાર્મિક સેમિનારો બંધ કરવા વાયરસથી પણ વધુ નુકસાનકારક છે. આક્ષેપ છે કે હરદી સમાજ વાયરસને રોકવાના રાષ્ટ્રીય પ્રયત્નોને નબળા પાડી રહ્યો છે.

(3:56 pm IST)