Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

એક મહિનામાં કોરોનાની રસી શોધવાનો ભારતીય વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહ્મનો દાવો

વેકસીન શોધવાનો પહેલો તબક્કો પસાર કરવામાં ભારત વિશ્વમાં પાંચમુ

પૂણે,તા.૪: કોરોનાનો સ્ટ્રેન અલગ થયા પછી માનવીય શરીર પર તેની દવાના પરિણક્ષનો માર્ગ ખુલી ગયો છે. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર)ના વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહમે જણાવ્યું કે જયપુર અને આગ્રાના સંક્રમિત દદીસઓમાં સ્ટ્રેનને આઇસોલેટ કર્યા પછી તેને વુહાનના સ્ટ્રેન સાથે મેળવી જોવાયું ભારતીય દર્દીઓમાં મળેલ સ્ટ્રેન વુહાન જેવું જ છે. બન્નેમાં ૯૯.૯૮ ટકા સામ્ય છે. આનાથી કોરોના વિરોધી રસી બનાવવામાં મદદ મળશે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) અને આઇસીએમઆરની ટીમ ઇલાજ શોધવામાં લાગેલી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે બધુ બરાબર ચાલશે. અમે કોરોનાનો તોડ એક મહિનામાં શોધી લેશું. અત્યારે તો પરિક્ષણ માનવ શરીરની બહાર કરાઇ રહ્યું છે. તેના પરિણામના આધારે વૈજ્ઞાનિકો આગળ વધશે.

કોરોના વાયરસને અલગ કરીને ભારતે મહામારીથી બચવાનો પહેલો તબક્કો પસાર કરી લીધો છે.

કોઇ પણ મહામારીને રોકવા માટે તેના વાયરસની ઓળખ થવી અત્યંત જરૂરી હોય છે. ભારત દુનિયાનો પાંચમો દેશ છે જેને આ સફળતા મળી છે. વાયરસના સ્ટ્રેનના આધારે વેકસીન અને ઇલાજ પર કામ કરવામાં આવે છે.

(3:54 pm IST)