Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રેલ્વે યાત્રી માટે ખુશખબર

લોકડાઉન બાદ ૧૫મીથી દોડવા લાગશે મોટાભાગની ટ્રેનોઃ ડ્રાઇવર-ગાર્ડ-TTEને મોકલાયું ટાઇમટેબલ

નવી દિલ્હી,તા.૪: ભારતીય રેલ્વે ૧૫ એપ્રિલથી તેમની સેવા શરૂકરવા જઇ રહ્યું છે. આ સેવા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનના કારણ બંધ છે. સુત્રોના જણાવ્યા મુજબ રેલ્વેના દરેક સુરક્ષા કર્મીઓ, સ્ટાફ, ગાર્ડ, ટીટીઇ અને અન્ય અધિકારીઓને ૧૫ એપ્રિલથી તેમના કાર્યસ્થળ પર પાછા ફરવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

જો કે ટ્રેનોનું સંચાલન સરકાર પાસેથી લીલી ઝંડી મળ્યા બાદ જ શરૂ થશે. સરકારે આ મુદા પર મંત્રીઓના સમૂહનું ગઠન કર્યું છે. આ બધાની વચ્ચે રેલ્વેએ ટ્રેનોના સંચાલનનું સમય પત્રક તેના ફેરા એજી શ્રેણીની ઉપલબ્ધતાની સાથે તેમના દરેક રેલવેના ઝોનને બહાલ કરવાની યોજના જાહેર કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ દરેક ૧૭ ઝોનને તેમની સેવાઓ સંચાલિત કરવા માટે તૈયાર રહેવાનો સંદેશ આપવામાં આપ્યો છે. ૧૫ એપ્રિલથી અંદાજે ૮૦ ટકા ટ્રેનોના નિર્ધારિત કાર્યક્રમના ચાલવાની શકયતા છે. જેમાં રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનો સામેલ છે. સ્થાનીક ટ્રેનોની સેવાઓ પણ ચાલુ થઇ શકે છે.

સુત્રોના કહેવું છે રેલવે દરેક યાત્રીઓની  થર્મલ સ્ક્રીનિંગ કરશે અને સરકારની સલાહ મુજબ દરેક પ્રોટોકોલ પાલન કરવાની શકયતા છે. જો કે વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે કોઇ આદેશ જાહેર થયો નથી અને સેવા ફકત ૧૪ એપ્રિલ સુધી રદ હતી તેથી કોઇ નવા આદેશ કોઇ જરૂરીયાત નથી.

સુત્રોએ જણાવ્યું કે આ સપ્તાહના અંતમાં ઝોનોેને કડક કાર્ય યોજના મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દ્વારા ૨૪ માર્ચ બંધના એલાન બાદ કદમ ઉઠાવીને રેલવેમાં ૨૧ દિવસો માટે ૧૩,૫૨૩ ટ્રેનો નિલંબિત કરી દીધી હતી.

(3:28 pm IST)