Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પાકિસ્તાનમાં ૪૧ હજાર તબ્લીઘી જમાતીઓની તલાશ

મલેશીયામાં તબ્લીઘીઓ દ્વારા કોરોના ફેલાયો

ઇસ્લામાબાદ : સરકારની પરવાનગીજ લાહોરમાં ગયા મઞિને તબ્લીગી જમાતે કોરોના વાયરસને અવગણીને વિશાળ આયોજન કર્યુ હતુ. તેમાં ર૬ દેશોના નાગરિકો સહિત લગભગ અઢી લાખ લોકો સામેલ થયા હતા. તેમાંથી કેટલયા સંક્રમિત હોવાનું જોખમ ઉભુ થયુ છે. લાહોરમાં ખાલી જમાતના જ ૪૧ લોકોના કોરોના પોઝીટીવ મળી આવ્યા છે.આયોજનમાં સામેલ થનાર જમાતના ૪૧ હજાર સભ્યોની તલાશ માટે પોલીસે પર૦૦ ટીમો બનાવી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ર૪પ૦ લોકો સંક્રમિત થઇ ચુકયા છે અને ૩પ લોકો જીવ ગુમાવી ચુકયા છે. પાકિસ્તાનથી લોકો પેલેસ્ટાઇન અને કિર્ગીસ્તાનમાં પણ ગયા હતા.બીજીતરફ દિલ્હીમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ લોકોથી મલેશીયામાં પણ સંક્રમણ ફેલાઇ રહયુ છે. અમેરિકન મીડીયા રીપોર્ટ અનુસાર, મલેશીયામાં સંમેલનમાં ગયેલ ૬ર૦ લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે.

(1:08 pm IST)