Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વિશ્વમાં સવા બે લાખ અબજ લોકો પાસે વારંવાર હાથ ધોવાનું પાણી પણ નથી : યુનો

૫૦ ટકા ગ્રામીણ અને ૨૦ ટકા શહેરી વસ્તી પાસે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ નથી : કોરોનાથી બચવુ કેમ?

કોરોના વાયરસ સામેની લડાઈ દુનિયા માટે મોંઘી સાબિત થવાની છે. સંયુકત રાષ્ટ્ર(UN)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને જોતા, દુનિયાની ૧૦ ટકા GDP બરાબર રકમ આના પર ખર્ચ થવાનું અનુમાન છે. સંયુકત રાષ્ટ્રે કહ્યું છે કે, હાલના સમયમાં દુનિયાના ૧૦ દેશોએ એકબીજાના ઉત્પાદનો પરના પ્રતિબંધોને ભૂલીને સાથે આવવું પડશે અને આયાત-નિકાસને કોઈ કડક નિયમ વિના ચાલુ રાખવાની પરવાનગી આપવી પડશે. કોરોના વાયરસ સામે લડવા જરૂરી ઉત્પાદનો પરનો ટેકસ પણ બંધ કરવો પડશે.

સંયુકત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાની લગભગ ૫૦ ટકા ગ્રામીણ વસતી અને ૨૦ ટકા શહેરી વસતી સારી સ્વાસ્થ્ય સુવિધાઓથી દૂર છે. દુનિયાના લગભગ ૨.૨ અબજ લોકો પાસે પાણીની સારી સુવિધા નથી. એવામાં કોરોનાથી બચવા તેઓ વારંવાર હાથ ધોવાની સ્થિતિમાં નથી. જેથી સ્થિતિની ભયાનકતાનું અનુમાન લગાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેંન્સિંગ અને અડધા-અડધા કલાકે ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવું જરૂરી છે.

કોરોના સામેની લડાઈ, ધનિક દેશો માટે પણ આસાન નથી. દેશોએ પોતાના મતભેદો ભૂલીની એકબીજાની મદદ માટે આગળ આવવું પડશે ત્યારે જ કોરોના સામેની લડાઈ જીતી શકાશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૩૦ સુધી જળવાયુ કરારને મેળવવું હવે સંભવ નથી. કોરોનાએ જો સૌથી વધારે પ્રભાવિત કર્યા હોય તો તે પ્રવાસી કામદારો છે. દુનિયાના ઘણા દેશોની અર્થવ્યવસ્થા પ્રવાસી કામદારો પર ટકેલી છે. તો વિદેશી મુદ્રાની આવકમાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં પ્રવાસી કામદારોનું મોટું યોગદાન છે. દુનિયાના મોટાભાગના દેશોએ પોતાની સીમાઓ બંધ કરી દીધી છે. તેનાથી પ્રવાસી કામદારોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

(1:05 pm IST)