Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જંગલી જાનવરોના અંગોમાંથી કોરોનાની દવા શોધવા ચીનનો આદેશ ભરોસો કેટલો કરવો?

નવી દિલ્હીઃકોરોના વાયરસની રસી શોધવા માટે ચીને પોતાના ડોકટરોને જંગલી જાનવરોના અંગોમાંથી દવા તૈયાર કરવાનું કહ્યું છે. ચીનની સરકારને એવું લાગે છે કે રીંછના ગોલ બ્લેડરમાં જે તળ પદાર્થ રહેલો છે તેમાંથી બનેલી દવા કોરોનાના દર્દીઓને સાજા કરી દેશે. હવે સવાલ એ ઊભો થાય છે કે ચામાચિડીયાથી કોરોના વાયરસ ફેલાયો હોવાની વાત કરનારા ચીનની વાત પર કેટલો ભરોસો મૂકી શકાય. દુનિયામાં દસ લાખથી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બની ચૂકયા છે. મોતનો આંકડો ઘટવાનું નામ લેતો નથી. ચીનના વુહાન શહેરમાંથી જ ચામાચિડીયા દ્વારા કોરોના ફેલાયો હોવાના સૌપ્રથમ અહેવાલો આવ્યાં હતાં પરંતુ ચીને હવે જે ફોર્મ્યુલા કાઢ્યોછે તેનાથી જાનવરો પર તો ચોક્કસપણ આફત આવી છે.

હવે ચીને કોરોના વાયરસના તોડ તરીકે જે ચાઈનીઝ નુસ્ખો આપ્યો છે તે છે રીંછનું પિત્ત, બકરીના શિંગડા અને ત્રણ છોડના સત ભેળવીને કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો છે. ગંભીર રીતે બીમાર લોકોને નવી દવાની ભલામણ કરી છે.

ચીનમાં જીવતા જાનવરોને ખાવાની અને તેમાંથી દવા બનાવવાની પરંપર હજારો વર્ષો જૂની છે. ચીનમાં ૫૪ પ્રકારના જંગલી જીવજંતુને ફાર્મમાં પેદા કરીને તેમને ખાવાની મંજૂરી છે. આ સૂચિમાં ઓટર, શાહમૃગ, કાચબા, મગર પણ તેમાં સામેલ છે.

અનેક અભ્યાસકર્તાઓનું માનવું છે કે કોરોનાનો વાયરસ ચામાચિડીયા, સાપ, પેંગોલિન, કે અન્ય કોઈ જાનવરથી પેદા થયો. ચીને પોતે કહ્યું હતું કે વુહાનની એનિમલ માર્કેટથી કોરોના વાયરસ સૌથી પહેલા આવ્યો.

કોરોનાની વેકિસન, સટીક સારવાર કયારે ઉપલબ્ધ થશે, કેવી રીતે બનશે? તો તો કોઈ જાણતું નથી પરંતુ ચાઈનીઝ વાયરસના કારણે આખી દુનિયા હેરાન પરેશાન છે અને હાલ તેમાંથી બચવાનો કોઈ રસ્તો દેખાતો નથી. ચીનની આ પહેલી કરતૂત નથી, તેની દાનત જ આવી છે.

(1:05 pm IST)