Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્રના ખંભાળિયાના રાજગોર બ્રાહ્મણ પરિવારના માતા-પિતા અને પુત્ર તથા ડ્રાઇવર સહિત પાંચના લીંબડી પાસે અકસ્માતમાં કરૂણ મૃત્યુ, અમદાવાદ સારવાર માટે જતા હતા: જામનગર પંથકના લાલપુર નજીક સીમમાં પત્ની અને તેના પ્રેમીએ પતિની ક્રૂર હત્યા કરી છે, આડાસંબંધોમાં ભોગ લેવાયો: ગુજરાતમાં કોરોનાના વધુ ૧૦ દર્દી સાથે કુલ ૧૦૫ દર્દી થયા અને 10ના કુલ મૃત્યુ થયા છે: ભારતમાં કોરોનાના કુલ 3127 કેસ નોંધાયા, 95 મૃત્યુ, સવાર પછી વધુ ચાર મૃત્યુ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 500 આસપાસ કોરોના કેસ થયા: દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલના 108 ડોક્ટર્સ, નર્સ અને કર્મચારીઓને quarantine કર્યા.

(1:01 pm IST)