Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કેન્દ્ર સરકારે દવાની 10 કરોડ એન્ટી મલેરિયા હાઇડ્રોક્સીક્લોરોક્વીન ગોળીઓનો આદેશ આપ્યો

દવાઓનો ઉપયોગ એવા ડોક્ટર, નર્સ કે અન્ય સ્ટાફ માટે કરવામાં આવશે

નવી દિલ્હી : કોરોના વાઇરસનો કહેર વચ્ચે કેન્દ્ર સરકારે દવાઓનો ઓર્ડર આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર કેન્દ્રએ દવાની 10 કરોડ એન્ટી મલેરિયા હાઇડ્રોક્સીક્લોરોક્વીન ગોળીઓનો આદેશ આપ્યો છે. આ દવાઓનો ઉપયોગ એવા ડોક્ટર, નર્સ કે અન્ય સ્ટાફ માટે કરવામાં આવશે કે જે કોરોના વાઇરસના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા હોય.

દેશમાં કોરોના મહામારીને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે સરકારે શુક્રવારે વિશેષ આઈસોલેશન વોર્ડ્સની જાહેરાત કરી હતી અને કોરોનાના હોટસ્પોટ વિસ્તારોમાં પરીક્ષણો ઝડપી કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

(12:38 pm IST)