Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પહેલા ખાસ સેકટરોમાંથી હટશે લોકડાઉન

દવા, ફુડ અને ફુડ પ્રોસેસીંગ સેકટરોની કંપનીઓ અર્ધા સ્ટાફથી શરૂ કરી શકશે કામ

નવી દિલ્હી તા. ૪ : સરકાર ઇચ્છે છે કે લોકડાઉન સમાપ્ત થયા પછી પણ કંપનીઓની ઓફીસોમાં વધારે ભીડ ન થાય આ જ કારણથી હવે તે એવી રણનીતી પર કામ કરી રહી છે કે લોકડાઉનને તબકકાવાર રીતે સમાપ્ત કરવામાં આવે પહેલા એવી કંપનીઓને કામ કરવાની પરવાનગી અપાય જે અત્યંત જરૂરી સેવાઓસાથે સંકળાયેલી હોય તેમાં દવા, ફુડ અને ફુડ પ્રોેસેસીંગ જેવા સેકટરો સામેલ છે. આ કંપનીઓને અડધા કર્મચારીઓ સાથે કામ શરૂ કરવાની છુટ આપવાની યોજના છે. આ મુદે ઇન્ડસ્ટ્રી ચેમ્બર સાથે વાતચીત કરાઇ રહી છે આજેતેમના સુચનો મંગાવાઇ રહ્યા છે.

એક સરકારી અધિકારીનું કહેવું છે કે લોકડાઉન પુરૂ થયા પછી જો એક સાથે ભીડ ઓફીસ રસ્તા અનેબજારોમાં આવી ગઇ તો તે ખતરનાક થઇ શકે છે. આ જ કારણે ઇન્ડસ્ટ્રી સાથેઆ મુદ્દે વાતચીત કરાઇ રહી છે સરકાર એવો રસ્તો કાઢવા માંગે છે કે લોકડાઉન પણ આંશિક રીતે ખુલી જાય અને કંપનીઓમાં પણ કામ શરૂ થઇ જાય સાથેજ ભીડ પણ વધારે એકઠી ન થાય.

કોર્પોરેટના દિગ્ગજો અને અર્થશાસ્ત્રીઓએ અત્યાર સુધીમાં સરકારને જેટલા સુચનો આપ્યા છે તેમાં કહેવાયું છે કે સંપૂર્ણ લોકડાઉન લાંબો સમય નહી ચાલે તેનાથી કેટલાય સેકટરો બરબાદ થઇ જશે લોકડાઉન નકકી કરેલા સમયે ખોલી નાખવુ જોઇએ પછી ભલે તેને આંશિક રૂપે ખોલવામાં આવે પણ તેની શરૂઆત થવી જોઇએ અર્થશાસ્ત્રી એસ. વેંકટેશનનું કહેવુ છે કે લોકડાઉન જો આંશિક રૂપે પણ ખુલશે તો તેના સંદેશ સીધા વિદેશી અને દેશી રોકાણકારો પર જશે મેસેજ એવો જશે કે સરકાર કોર્પોરેટર જગતની સાથે જ છે, હપ્તે હપ્તે પણ લોકડાઉન સમાપ્ત થઇ જશે તેનાથી રોકાણ વધશે ધીરે ધીરે બજારનું સેન્ટીમેન્ટ સુધરશે અને સાથે જ કંપનીઓનું કામ પણ વધશે.

(11:45 am IST)