Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધ્યો કોરોનાનો ઇલાજ વેકસીનનું સફળ પરિક્ષણઃ વાયરસ સામે લડવા સક્ષમ

વેકસીનનો ઉંદર ઉપર સફળ પ્રયોગઃ નામ આપ્યું પિટકોવેક

વોશિંગ્ટન તા. ૪ :.. કોરોના વાઇરસની વેકસીનને લઇ આખી દુનિયામાં રીસર્ચ ચાલી રહ્યું છે. અલગ-અલગ દેશ દાવો કરી રહ્યું છે કે તેમના ત્યાં વેકસીન બની રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમની વેકસીને એ સ્તરની તાકાત પ્રાપ્ત કરી લીધી છે કે તેનાથી કોરોના વાઇરસના સંક્રમણને મજબુતીથી રોકી શકાય.

પિટસબર્ગ સ્કુલ ઓફ મેડિસીનના એસોસીએટ પ્રોફેસર આંદ્રિયા ગમબોટ્ટોએ કહયું કે આ બન્ને સાર્સ અને મર્સના વાઇરસ નવાવાળા કોરોના વાઇરસ એટલે કે કોવિદ-૧૯ સામે કેટલીક હદ સુધી મળે છે. તેનાથી અમને એ શીખવાનું મળ્યું કે આ ત્રણેયને સ્પાઇક પ્રોટીન (વાઇરસના બહારનું પડ) ને તોડવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને વ્યકિતઓને આ વાઇરસથી મુકિત મળી શકે.

તેમણે ઉંદર પર સંભવિત વાયરસ પરિક્ષણમાં સફળતા મેળવી છે તેમણે કહયું છે કે અમે જે શોધ કરી છે તે વેકસીનથી કોરોના વાયરસના સંક્રમણને મજબુતીથી રોકી શકાય છે.દાવો થયો છે કે શોધાયેલી વેકસીન કોરોના સામે લડવા માટે યોગ્ય માત્રામાં એન્ટીબોડીઝ બનાવવામાં સક્ષમ છે. આમ વેકસીન ઇન્જેકટ કરવાના ર સપ્તાહમાં જ વાયરસને બે અસર કરી શકશે. હવે માનવ પરિક્ષણ માટે મંજૂરી મંગાઇ છે. આમ વેકસીનને 'પિટકોવેક' નામ અપાયું છે જે દર્દ પણ નથી આપતી.

(11:29 am IST)