Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

- ગઈકાલ રાત સુધીમાં કુલ ૬૮૨૪૫ સેમ્પલો કોરોના માટે ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ગઈકાલે એક જ દિવસમાં ૧૦,૦૩૪ સેમ્પલ ટેસ્ટ કરાયા

- દિલ્હીના મરકજ મામલે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી ૫૦ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાઃ રાજયભરમાંથી ૬૦ લોકોની તપાસ કરવામાં આવી

- વડોદરામાં ગઈકાલે કોવિડ-૧૯/ કોરોનાના બીજા દર્દીને સાજો થઈ જતા રજા અપાઈ : ૨૧ માર્ચે મહિલા દર્દીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયેલ તેના ઉપર બે ટેસ્ટ ગઈકાલે કોરોનાના કરવામાં આવ્યા હતા જે બંને નેગેટીવ આવેલ

- ભારતનું આકાશ વિમાનો માટે ૧૫ એપ્રિલ પછી ફેઈઝ વાઈઝ - તબક્કાવાર ખુલ્લુ મુકાશે : સરકારી વર્તુળો (ન્યુઝ ફર્સ્ટ)

- કાલુપુર - દરીયાપુર (અમદાવાદ)માં ૨૬ શંકાસ્પદ કોરોના વાયરસના કેસો  : ગઈરાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે : ગઈકાલે આ વિસ્તારમાંથી ૭ પોઝીટીવ કેસ આવેલ છે

- ભારતમાં કુલ કેસ : ૩૧૨૭

કુલ મૃત્યુ : ૯૫

આજે મૃત્યુ : ૦૪

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૦૦ આસપાસ કોરોના પોઝીટીવ કેસ : દિલ્હીમાં ગંગારામ હોસ્પિટલમાં ડોકટર્સ - નર્સ સહિત ૧૦૮ કર્મચારીઓને કવોરન્ટાઈન કરાયા

- આરોગ્ય કુટુંબ કલ્યાણ તંત્રની જાહેરાત : ગુજરાતમાં એક પણ કોરોના દર્દી આજે વેન્ટીલેટર ઉપર નથી

- સવારે ૯ાા વાગ્યે

ભારતમાં કોરોના વાયરસના મૃત્યુ

મહારાષ્ટ્ર : ૨૬

તેલંગણા : ૧૧

ગુજરાત : ૧૦

મધ્યપ્રદેશ : ૯

પશ્ચિમ બંગાળ : ૬

દિલ્હી : ૬

પંજાબ : ૫

કર્ણાટક : ૪

હિમાચલ : ૨

જમ્મુ કાશ્મીર :૨

ઉત્તરપ્રદેશ : ૨

કેરાળા : ૨

બિહાર : ૧

તામિલનાડુ : ૧

આંધ્ર : ૧

- કોરોના વાયરસ પોઝીટીવના ગુજરાતમાં ૧૦૫ કેસ : અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ અને ૧૦ નવા કેસ નોંધાયા : કુલ ૧૯ કોરોના પોઝીટીવ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક ૧૦૫

- રેશનકાર્ડ પર અનાજ આપવામાં ધાંધીયાઃ સુરેન્દ્રનગરના બે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાની ઉપવાસ પર બેસે તે પૂર્વે ધરપકડ : સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે બેસવાના હતા ઉપવાસ પર

- રાજસ્થાન - મધ્યપ્રદેશમાં કોરોનાએ ૧-૧ વધુ ભોગ લીધો : રાજસ્થાનના બીકાનેર (જયાં આજે કેટલાક વિસ્તારમાં કર્ફયુ છે)માં ૬૦ વર્ષની મહિલાનું કોરોનામાં મોત થયેલ છે : રાજસ્થાનમાં ૧૨ નવા કેસ સાથે ૧૯૧ કુલ કેસ થયા છે : જયારે મધ્યપ્રદેશના છીંદવાડામાં ૩૬ વર્ષના યુવા દર્દીનું મોત થતા કુલ મૃત્યુ ૯ થયેલ છે અને કુલ કેસ ૫૫ થયા છે

- મહારાષ્ટ્ર - રાજસ્થાનમાં ૩૩% કેસ : દેશમાં મહારાષ્ટ્રમાં ૪૨૩ અને બીજા નંબરે તામિલનાડુમાં ૪૨૩ કેસ કોરોનાના થયા છે : બે રાજયોમાં જ કુલ કેસના ૩૩% કોરોના કેસ નોંધાયા

- બીકાનેરમાં ૨ જમાતિયોમાં કોરોના પોઝીટીવ આવતા કર્ફયુઃ પોલીસે મોરચો સંભાળી લીધો : બીકાનેર (રાજસ્થાન) : બે તબ્લીગી જમાતીયોને કોરોના પોઝીટીવ આવતા કલેકટર કુમાર પાલ ગૌતમે સદર, કોટગેટ, કોટવાલી વિસ્તારમાં કર્ફયુ લાદી દીધો હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે. સખ્ત અમલ કરાવવા આદેશ આપ્યો છે. સદર પો. સ્ટે.ના રાનીસરવાસ, નુરાની મસ્જીદ વિસ્તાર, કોટગેટના ફૂડ બઝારમાં પોલીસનો સખ્ત બંદોબસ્ત છે. લાઉડ સ્પીકરથી લોકોને ઘરમાં રહેવા તાકીદ. બીકાનેર પંથકમાં દિલ્હી - મરકઝમાં હાજરી આપી ૩૨ લોકો પરત ફર્યા છે. તેથી હડકંપ મચી ગયો છે. મસ્જીદ - મદરેસા ઉપર ભારે ચોકસાઈ સાથે તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રખાઈ રહી છે. બીકાનેરમાં આવેલ ૧૧ તબલીગી જમાતીયોની  જાંચ - પડતાલ અને કોને મળ્યા તેની તપાસ શરૂ થઈ છે. સમગ્ર જિલ્લામાં તબલીગી જમાતના લોકોની ભાળ મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે.

(12:58 pm IST)