Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ખાતા સંખ્યાના અંતિમ ડીઝીટના હિસાબથી મહિલા જનધન ખાતેદારોના ખાતામાં જમા થઈ રહ્યા છે પૈસા

નવી દિલ્હી, તા. ૪ :. ગઈકાલથી મહિલા જનધન ખાતેદારોના બેન્ક ખાતામાં સરકારે પૈસા નાખવાનું શરૂ કર્યુ છે. મહિલાઓ પોતાના ખાતાની સંખ્યાના અંતિમ આંકડાને જોઈ અને તેના આધારે બેન્કમાં પૈસા લેવા જઈ શકે છે. આ પૈસાને એટીએમથી પણ ઉપાડી શકાય છે. તેના પર કોઈ ચાર્જ નહિ લાગે. બેન્કમાં જો ઉપાડવા જાય તો અંતર રાખે.

સરકારના કહેવા મુજબ જે મહિલા જનધન ખાતેદારોની ખાતા સંખ્યાનો અંતિમ આંકડો શૂન્ય કે એક હોય તેમના ખાતામાં ગઈકાલે પૈસા જમા થઈ ગયા છે. જેમના ખાતા સંખ્યાનો અંતિમ આંકડો બે કે ત્રણ હોય તેમના ખાતામાં આજે પૈસા જમા થશે. આ જ રીતે ૪ કે ૫ અંતિમ આંકડાવાળાના ખાતામાં ૭મીએ, ૬ કે ૭ આંકડાવાળાના ખાતામા ૮મીએ અને ૮ કે ૯ અંકવાળા ખાતામાં ૯ એપ્રિલે પૈસા જમા થઈ જશે.

વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૩ હપ્તાનો એ પહેલો હપ્તો જમા થઈ રહ્યો છે.

(10:14 am IST)