Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના સામે લડત : IIT ગુવાહાટીના ત્રણ પૂર્વ વિદ્યાર્થીએ બનાવ્યું થર્મલ સ્ક્રિનિંગ ડ્રોન

હોટ સ્પોટ હોય એવા સ્થળોએ રાખશે નજર

 

નવી દિલ્હી:ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)ના ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓએ ઈન્ફ્રારેડ કેમેરા સાથેનું ડ્રોન વિકસાવ્યું છે. ડ્રોનમાં ઈન્ફ્રારેડ કેમેરા હોવાથી વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ થઈ શકે છે અને તેના માટે માનવિય હસ્તક્ષેપની કોઈ જરૂર રહેતી નથી. કોરોનાના સંકટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ડ્રોનને કિંમતી શોધ ગણી શકાય તેમ છે.

ડ્રોનની મદદથી કોવિડ 19ના પ્રારંભિક તબક્કામા હોય તેવા વ્યક્તિની ઓળખ થઈ શકે છે. ડ્રોનમાં એક લાઉડસ્પીકર પણ લગાવાયું છે જેને પગલે કોરોના હોટસ્પોટ હોય તેવા સ્થળો ઉપર નજર રાખીને ત્યાં જરૂરી નિર્દેશો પણ આપવા તેનો ઉપયોગ થઈ શકે છે. હોટસ્પોટ એવી જગ્યા હોય છે જ્યાં કોરોના સંક્રમણના કેસો સૌથી વધુ નોંધાયા હોય.

આઈઆઈટી ગુવાહાટીના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્થાપેલું સ્ટાર્ટ અપ 'મારુત ડ્રોનટેક' હાલમાં તેલંગાણા તેમજ આંધ્ર પ્રદેશ સરકાર ઉપરાંત ત્રિચી નગર નિગમ સાથે સહયોગ દ્વારા ડ્રોનનું પરીક્ષણ કરી રહ્યા છે.

ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યૂનિકેશન્સ એન્જીનિયરિંગના સ્નાતક પ્રેમ કુમારે વિસ્લાવાથે જણાવ્યું કે, 'લોકડાઉન સમાપ્ત થયા બાદ લોકો ઘરની બહાર આવશે અને ભીડ વધવાથી સંક્રમણ વધવાની સંભાવના છે. આવા સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ બની શકે છે.

અત્યારે ડ્રોન દ્વારા ફૂડ ડીલિવરી અને દવાની ડીલિવરી થઈ શકે છે તેમજ સંક્રમણ મુક્ત કરવા માટે ડિસઈન્ફેક્ટ પ્રવાહીના છંટકાવ માટે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. અમને વિચાર આવ્યો કે લોકોનું તાપમાન માપતી વખતે સામેની વ્યક્તિના જોખમને મર્યાદીત કરવા માટે ઈન્ફ્રારેડ કેમેરા સાથેના ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે.'

ડ્રોનનો ઉપયોગ વ્યક્તિનું બોડી ટેમ્પેરચર માપવા થઈ શકે છે અને અધિકારી સંક્રમિત વ્યક્તિથી સલામત અંતરે રહીને ડ્રોનથી નીરિક્ષણ કરી શકે છે તેમ સ્ટાર્ટ અપના સ્થાપક સુરજ પેડ્ડીએ જણાવ્યું હતું. હાલમાં ડ્રોનથી મળેલા પરિણામો ઉત્સાહવર્ધક છે પરંતુ ડ્રોનને સાધારણ મેડિકલ પ્રક્રિયા માટે વિકસાવવામાં આવ્યું નથી

(12:11 am IST)