Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પી.એમ. મોદીની ૯ મિનીટ અપીલ કોંગ્રેસ નેતાઃ અધીર રંજન ચૌધરી બોલ્યા-દેશદ્રોહી કહેશો મંજૂર-મીણબત્તી નહીં પ્રગટાઉં

ન્યુ દિલ્લીઃ કોરોના વિરૃધ્ધ લડાઇમાં દેશવાસીઓની સામૂહિકતા માટે દિપક પ્રગટાવવાની પી.એમ. મોદીની અપીલને કોંગ્રેસએ બકવાસ બતાવ્યો છે. બી. કે. હરિપ્રસાદએ બકવાસ કહ્યું તો અધીર રંજન ચૌધરીએ એલાન  કર્યું તે મીણબત્તી નહીં પ્રગટાવે ભલે એને દેશદ્રોહી ગણવામાં આવે.

કોરોના વાયરસ વિરૃધ્ધ લડાઇમાં સામૂહિકતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૯ મિનીટ વાળી અપીલની કોંગ્રેસએ તીખી આલોચના કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું લાઇટ બંધ કરી મીણબત્તી પ્રગટાવવાને  કોરોના વાયરસ વિરૃધ્ધ લડાઇથી કોઇ સંબંધ નથી, કોરોના વિરૃધ્ધ લડાઇને સમર્થન જારી રહેશે.

બી. કે. હરિપ્રસાદએ બકવાસ ગણાવેલ છે. પ્રવાસી મજૂરો અને સેંકડો કિલોમીટર ચાલીને જવાવાળા માટે કોઇ ઉપાય ન સૂચવ્યો. સરકારએ કોવિડથી લડવા માટે ઉઠાવેલા કદમો બારામાં એક શબ્દ પણ ન બોલ્યા પૂરી રીતે જવાબદારીથી ભાગે છે.

શશી થરૃરએ પી.એમ.ની આલોચના કરી છે. ભારતના લોકોની એકજુટતા માટે દિપક પ્રગટાવિશ પણ મારે આ જોવું નિરાશજનક છે પ્રધાનમંત્રીએ પૂરૃ ભાષણ આના પર કેન્દ્રીત કર્યું. દેશને એમનાથી મોટી આશા હતી.

(12:00 am IST)