Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

યુ.એસ.ની હાર્વર્ડ મેડીકલ સ્કૂલના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન ડો.વિક્રમ પટેલની કેનેડા ગ્લોબલ હેલ્થ એવોર્ડ માટે પસંદગીઃ ૧ લાખ ડોલરના નગદ પુરસ્કાર સાથે ૨૪ ઓકટો ૨૦૧૯ના રોજ ટોરોન્ટો ખાતે સન્માનિત કરાશે

એટલાન્ટાઃ યુ.એસ.ની હાર્વર્ડ મેડીકલ સ્કુલના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન ડો.વિક્રમ હર્ષદ પટેલની પસંદગી જહોન ડર્કસ કેનેડા ગેર્ડનર એવોર્ડ ફોર ગ્લોબલ હેલ્થ માટે થઇ છે. તેમને ૧ લાખ ડોલરનો નગદ પુરસ્કાર આપી ૨૪ ઓકટો.૨૦૧૯ના રોજ વાર્ષિક કેનેડા ગેર્ડનર એવોર્ડ ગાલા પ્રસંગે ટોરોન્ટો ખાતે સન્માનિત કરાશે.

તેઓ   હાર્વર્ડ મેડીકલ સ્કુલના પર્સિગ સ્કવેર પ્રોફેસર ઓફ ગ્લોબલ હેલ્થ તથા વેલકમ ટ્રસ્ટ પ્રિન્સીપાલ રિસર્ચ ફેલો છે. તેમના સંશોધનને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા ફંડ પુરૂ પાડવામાં આવ્યું છે. તેઓ મેન્ટલ હેલ્થ ક્ષેત્રે કાર્યરત છે.

(8:09 pm IST)