Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

વિશ્વના ૧૦૦ કરોડથી વધુ લોકોમાં સ્‍થુળતાની સમસ્‍યા

૧પ.૯ બાળકો-કિશોરો પર પણ જોખમ

લંડન : વિશ્વભરમાં સ્‍થુળતાની સમસ્‍યાથી પીડાઇ રહેલ લોકોની વસ્‍તી ૧૦૦ કરોડથી વધારે થઇ ગઇ છે. તેમાં વયસ્‍ક અને બુઝુર્ગો સાથે બાળકો પણ સામેલ છે. મોટાપાના વધતા જોખમો બાબતે કરવામાં આવેલ એક રિસર્ચમાં આ ખુલાસો થયો છે ‘ધ લાંસેટ' જર્નલમાં પ્રકાશિત રીપોર્ટ અનુસાર, વિશ્વના બાળકો - કિશોરોમાં ૧૯૯૦ની સરખામણીમાં ર૦રરમાં સ્‍થુળતાનો દર ચાર ગણો વધી ગયો હતો. વયસ્‍કોમાં મહિલાઓમાં મોટાપાનો દર બમણો અને પુરૂષોતમાં ત્રણ ગણો વધી ગયો છે.

રિસર્ચરો કહયુ  કે દુનિયામાં જે રીતે લોકોમાં મોટાપાની સમસ્‍યા વધી રહી છે. તેનાથી ભવિષ્‍ય ગંભીર આરોગ્‍ય સમસ્‍યાઓનો ખતરો છે. વધારે વજન અથવા  સ્‍થુળતા કેટલીયે ગંભીર બીમારીઓનું કારણ માનવામાં આવે છે. રિસર્ચ અનુસાર વધારે વજન ધરાવતા લોકોમાં ડાયાબીટીસ, હૃદયરોગ અને હાર્ટએટેકનું જોખમ વધારે હોઇ શકે છે.

રિપોર્ટ અનુસાર, ર૦રરમાં ૧પ.૯ બાળકો - કિશોરો અને ૮૭.૯ કરોડ વયસ્‍કો સ્‍થુળતાનો શિકાર જોવા મળ્‍યા. આ સમસ્‍યા બાળકોની સાથે બુઝુર્ગોમાં પણ વધી છે.

(11:15 am IST)