Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

ભાજપનું અમેરિકામાં પ્રચાર અભિયાન શરૂઃ ૨૫ લાખ લોકોને કોલ કરવાનો લક્ષ્યાંક

વોશિંગ્‍ટન,તા. ૪: અમેરિકામાં પણ ભાજપનો પ્રચાર શરૂ થયો છે. અમેરિકામાં રહેતા ભાજપના સમર્થકોએ ભાજપને લોકસભા ચૂંટણીમાં ૪૦૦ બેઠકો જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરવાનું વચન આપ્‍યું છે.

ઓવરસીઝ ફ્રેન્‍ડ્‍સ ઓફ બીજેપી (OFBJP) એ કહ્યું કે તે આ લક્ષ્યમાં યોગદાન આપશે. ઓવરસીઝ ફ્રેન્‍ડ્‍સ ઓફ બીજેપીના પ્રમુખ અદાપા પ્રસાદે શનિવારે મેરીલેન્‍ડમાં વોશિંગ્‍ટન ડીસીમાં જણાવ્‍યું હતું કે ભારતીય ડાયસ્‍પોરા ભાજપને સમર્થન કરશે. OFBJP દ્વારા સંકલિત વિવિધ ચૂંટણી પ્રવૃત્તિઓ માટે ૩,૦૦૦ થી વધુ લોકોએ સાઇન અપ કર્યું છે. આ પ્રવૃત્તિઓમાં ઈન્‍ટરનેટ મીડિયા, ફોન કોલ્‍સ, મતદાર વિશ્‍લેષણ અને ભારત પ્રવાસનો સમાવેશ થાય છે.

લગભગ ૨૫ લાખ લોકોને અમેરિકાથી ભારતમાં બોલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ભારતીયોને કોલ કરીને ભાજપને મત આપવા વિનંતી કરવામાં આવશે.

મોદીની ગેરંટી, મોહલ્લા ચાય પે ચર્ચા, કાર રેલી અને હોળી મિલન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. OFBJPના શીખ બાબતોની શાખાના કન્‍વીનર કંવલજીત સિંહ સોનીએ કહ્યું કે અમે તૈયાર છીએ. આ વખતે અમે વડાપ્રધાન માટે ૪૦૦ સીટોને પાર કરીશું.

(10:34 am IST)