Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

ભારે કરીઃ એક જ ઘરમાં મહિલાના બે પતિ, ગર્ભવતી થઈ તો એકેય રાખવા તૈયાર નથી

પરેશાન મહિલા પતિના ઘર સામે ધરણા પર બેઠી

બેગૂસરાય,તા.૪: એક જ ઘરમાં મહિલાના બે-બે પતિ, પણ અપનાવવા માટે એક પણ તૈયાર નથી. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ કહાની કંઈક આવી જ છે. પરેશાન મહિલા પતિના ઘર સામે ઘરણા પર બેઠી છે. જયારે મહિલાનો બીજો પતિ બીજે ક્‍યાંક લગ્ન કરવાનો છે. મહિલાનું પિયર બિહારના સમસ્‍તીપુર જિલ્લાા રોસડામાં છે અને સાસરિયું બેગૂસરાય જિલ્લાના છૌરાહી ઓપી વિસ્‍તારના બરદહા ગામમાં છે. મહિલા પોતાના સાસરિયાના ગામ બરદહામાં ધરણા પર બેઠી છે. બીજી તરફ પોલીસ મૌખિક રીતે આ ઘટનાની જાણકારી લીધી છે, પણ લેખિત અરજી સ્‍વીકારવાની ના પાડી રહી છે.

હકીકતમાં જોઈએ તો, સમસ્‍તીપુર જિલ્લાના રોસડા અનુમંડલની રહેવાસી ગૂંજાના લગ્ન વર્ષ ૨૦૨૦માં બેગૂસરાય જિલ્લાના છૌરાહી વિસ્‍તારના બરદહા ગામના રાજકુમાર પોદ્દારના મોટા દીકરા સનાતન સાથે થયા હતા. જો કે, હવે વચ્‍ચે સંબંધો ઠીકઠાક નહોતા. તેમ છતાં મહિલા બે વર્ષ સુધી સાથે રહી. આ દરમ્‍યાન ગૂંજાનું અફેર પોતાના દીયર ઋતિક સાથે થયું. પતિથી અલગ થયા બાદ ગૂંજાએ ઋતિક સાથે રોસડાના જ એક મંદિરમાં ૨૫ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરી લીધા અને રોસડામાં કોર્ટ મેરેજ કરી લીધા. ચર્ચા એવી છે કે, તે ગર્ભવતી પણ છે. ગૂંજાના જણાવ્‍યા અનુસાર, ઋતિક તેને રોસડામાં જ ભાડામાં મકાનમાં રાખેલી છે.

ગૂંજાનું કહેવું છે કે, દિયરમાંથી પતિ બનેલા ઋતિક હવે બીજા લગ્ન કરવાની તૈયારીમાં છે. આ વાતની જાણ થતાં ગૂંજા ગુરુવારે રાતના પોતાના સાસરિયે બરદાહા ગામમાં આવી પહોંચી. પણ અહીં સાસરિયાના લોકોએ તેને ઘરમાં ઘુસવા દીધી નહોતી. ત્‍યાર બાદ તે ઘરની બહાર ધરણા પર બેસી ગઈ. ગામલોકો દ્વારા આખી ઘટના સ્‍થાનિક પોલીસને સૂચના આપી. જો કે, પોલીસે કહ્યું કે, પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. ફરિયાદ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(11:08 am IST)